પાટણ તા. 7
તારીખ 7 મે મંગળવારના રોજ લોકશાહીના પવિત્ર પર્વ સમા લોકસભાની ચૂંટણીમાં પાટણની જાણીતી શૈક્ષણિક સંસ્થા એમ કે શૈક્ષણિક સંકુલ અને શબરીમાલા હોસ્પિટલ તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇસી મેમ્બર મુકેશભાઈ પટેલ અને તેમના ધર્મ પત્ની જ્યોત્સનાબેન પટેલે લોકશાહીના પર્વમાં સહભાગી બની સજોડે મતદાન બુથ ઉપર જઈ પોતાનું મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવાની પ્રેરણા આપી લોકશાહીના પર્વને સાચા અર્થમાં ચરિતાર્થ કરતાં અન્ય મતદારોએ પણ તેઓની અપીલ અને પ્રેરણા મેળવી લોકસભાની ચૂંટણીમાં પોતા ના મતાધિકાર નો ઉપયોગ કરી મતદાન કરી લોકશાહી ના પવૅ મા સહભાગી બન્યાં હતાં.
અહેવાલ યશપાલ શ્યામી