આ પાવન પ્રસંગે પાટણ ના રાજકીય-સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહિ સમગ્ર વિશ્વના કલ્યાણની કામના વ્યકત કરી.
પાટણ તા.19 વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્ય શુ સર્વદા.દરેક શુભ કાર્યમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર ગજાનંદ ગણપતિજીની ગણપતિ ભક્તો દ્વારા અને પરિવારજનો દ્વારા ભક્તિ સંગીતના માહોલ વચ્ચે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારના નાદ સાથે શુભ મુહૂર્તમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણેશ ભક્તો દ્વારા એક દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ કે નવ દિવસ પોતાના નિવાસ સ્થાને વિઘ્નહર્તા દેવની સ્થાપના કરી સુખ,સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરાશે. ત્યારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા સારથી રેસીડેન્સી માં રહેતા અને પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સતિષભાઈ ઠકકર ના પિતા કાંતિલાલ કાશીરામભાઈ ઠક્કર પરિવાર દ્વારા પોતાના નિવાસ સ્થાને ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે ભક્તિ સંગીતના નાદ સાથે વિઘ્નહર્તા દેવની પ્રતિમાનું પાંચ દિવસ માટે વિધિ સર સ્થાપન કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સતિષભાઈ ઠક્કરના પિતાના નિવાસ સ્થાને ગણેશ ચતુર્થી ના પાવન દિવસે સ્થાપિત કરાયેલા વિઘ્નહર્તાના દર્શનાર્થે પાટણ નગરપાલિકા ના નવનિયુકત પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર સહિતના કોર્પોરેટરો એ તેમજ રાજકીય,સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહિ આરતી દર્શન નો લાભ લઇ વિઘ્નહર્તા દેવ પાસે સમગ્ર વિશ્વના કલ્યાણ માટેની પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. કાંતિભાઈ કાશીરામ ઠક્કરના નિવાસ્થાને ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે સ્થાપિત કરાયેલા વિઘ્નહર્તા દેવની પ્રતિમાના પાંચ દિવસના પાવન પ્રસંગે પ્રથમ દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા, બીજા દિવસે આનંદનો ગરબો, ત્રીજા દિવસે મહા આરતી, ચોથા દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની કથા તેમ જ અંતિમ દિવસે ભક્તિમય માહોલમાં રંગે ચંગે વિઘ્નહર્તા ગજાનંન ગણપતિને વિસર્જિત કરવામાં આવનાર હોવાનું સતિષભાઈ ઠક્કરે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી