google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા બિલ્ડર એસો. દ્વારા ગરમી મા લોકો ને રાહત આપતી ૨૦૦ લીટર ઠંડી છાશ નું વિતરણ કયુઁ..

Date:

પાટણ તા. ૧૬
ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તે જતા આવતા લોકો ને રાહત મળે અને પોષણયુક્ત પ્રવાહી મળી રહે તેવા આશય સાથે પાટણ જિલ્લા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા શનિવારે સવારે પાટણ શહેર ના બગવાડા દરવાજા ચોક ખાતે ઠંડી મસાલેદાર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ઉનાળા ની ગરમીને ધ્યાનમાં લઈને લોકોને મદદરૂપ બનવાની ભાવનાથી આયોજિત આ છાશ વિતરણ ના સેવા કેમ્પમાં અમૂલની શુદ્ધ અને ગુણવત્તા યુક્ત આશરે ૨૦૦ લીટર જેટલી ઠંડી છાશનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

જેનો બજારમાં ખરીદી અર્થે આવનાર ગ્રામીણ અને શહેરી લોકો સહિત રીક્ષાચાલકો, શ્રમિકો, દુકાન દારો, લારી ગલ્લાવાળા તેમજ અન્ય રાહદારીઓએ આ ઠંડી મસાલેદાર છાશની સેવાનો લાભ લઈને ગરમીમાં હાશકારા સાથે રાહતનો ઓડકાર લીધો હતો.

પાટણ જિલ્લા બિલ્ડર એસોસિયેશન ના આ છાસ સેવા કેમ્પમાં પાટણ જિલ્લા બિલ્ડર એસો.ના પ્રમુખ વિપુલ પટેલ સહિત સંજય પટેલ, નીલમ પટેલ, નીતિન પટેલ, હિતેશ ઠક્કર મનોજ પટેલ, ધવલ પટેલ, દિલીપ પટેલ, આરસી પટેલ, ઉત્કર્ષ પટેલ સહિત કાર્યકરોએ ખડે પગે રહી સેવા પૂરી પાડી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકાના ધારપુર મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો…

યાત્રા દરમિયાન ૯૦ લોકોનું બીપી અને ડાયાબીટીસ ચેકઅપ કરાયું..પાટણ...

તારે મને સુતો હોય ત્યારે ઉઠાડવો નહીં કહી- પુત્રએ માતાને બ્લેડના ઘા માર્યા, પાટણના હાંસાપુરની ઘટના

વાલ્મિકીવાસમાં રહેતી એક વિધવા ઉપર તેનાં પુત્રએ બ્લેડથી હુમલો...