પાટણના શ્રી બગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર વચ્ચે વ્રતની પૂજા વિધિ કરાવાઈ.
પાટણ તા. 20 હિન્દુ સંસ્કૃતિમાં વ્રત અને તહેવારોનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે ઋષિ પંચમી તરીકે ઉજવાતા વ્રતને સમા પાચમ વ્રત તરીકે પણ ઉજવવામાં આવતું હોય છે. આ વ્રત કરવા પાછળનો મહિમા મહિલાઓ દ્રારા કોઈ દેવ મંદિરમાં કે કોઈ શુભ કાર્યમાં સહભાગી બની કોઈ ભુલ ચુક થઈ હોય તેની ક્ષમા અર્થે અને પરિવારની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે મહિલાઓ સમા પાંચમ નું વ્રત ફળફળાદી અને સામો ખાઈને કરતી હોય છે.
બુધવારના પવિત્ર દિવસે ઋષિ પંચમી સમા પાચક વ્રતની પાટણ શહેર ના મધ્ય માં આવેલ શ્રી બગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓ દ્વારા સમૂહમાં માટીના પિંડ માથી તૈયાર કરાયેલી સપ્ત ઋષિની પ્રતિમાઓની પૂજા અર્ચના કરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.
ઋષિ પંચમી સમા પાંચમ ની બગેશ્વર મંદિર પરિસર ખાતે મહિલાઓ દ્વારા કરાયેલી સમૂહમાં પૂજા અર્ચના ની શાસ્ત્રો મંત્રોચ્ચા સાથે વિધિ શ્રી બગેશ્વર મહાદેવ મંદિર પરિસરના પૂજારી કમલેશભાઈ રાવલ દ્વારા કરારવામાં આવી હતી. જે પુજા અચૅના નો ભાવિક ભક્ત મહિલાઓએ લ્હાવો લઈ પોતાના પરિવારના કલ્યાણની કામના સાથે જાણે અજાણે તેઓ દ્રારા થયેલી ભૂલનો મહિલાઓએ પ્રશ્ચાતાપ વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી