પોતાના પુત્રને આપેલી સંસ્કારોની મૂડી પોતાની દોહિત્રિ દિયા માં જોવા મળતા પરિવારે ખુશી વ્યક્ત કરી..
પાટણ તા.11
કહેવત છે કે જેમ મોરના ઈંડા ચીતરવા ના પડે તેમ સંસ્કારી પરિવારના સંતાનોને પણ પરિવાર સંપતિની નહીં પરંતુ સંસ્કારોની મૂડી થકી તેના જીવન ઘડતર માટે પ્રેરણા પૂરી પાડતા હોય છે.ત્યારે પાટણ શહેરમાંએન્જિનિયર તરીકે આગવી ઓળખ ઉભી કરનાર વિક્રમભાઈ ભાવસારે પણ પોતાના પુત્ર તેજસ ને સંસ્કારોની મૂડી આપી તેને પણ એક સારા આર્કિટેક તરીકે તૈયાર કર્યો છે.અને તેની ફળશ્રુતિ રૂપે હાલમાં તે અમદાવાદ ખાતે સ્થાયી થઈ પોતાના પિતા સહિત પરિવારનું નામ રોશન કરી રહ્યો છે. અને તે પણ
પોતાના પિતાના સંસ્કારોની જેમ પોતાની નાની બેબી દિયા ને સંસ્કારોનું ભાથુ આપી રહ્યો છે. આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં નાનું બાળક મોબાઈલ ગેમ, વિડીયો ગેમ જેવી ઇલેક્ટ્રોનિક ચિજ વસ્તુઓ નો આદિ બનતો જઈ રહ્યો છે. ત્યારે તેજસ ભાવસાર પોતાની સુશીલ પત્ની સ્નેહલ ના સથવારે પોતાની દીકરી દિયા ને પણ આવા ઈલેક્ટ્રોનિક ઉપકરણ ના ઉપયોગ થી દુર રાખવા ભવિષ્યમાં તેના જીવનમાં ઉપયોગી બને તેવા કાયૅમાં રૂચિ ઉભી કરી રહ્યો છે.
દિયા હજુ સિનિયર કે.જી.મા ચાલુ સાલે પ્રવેશ મેળવવાની છે છતાં આવી નાની નટખટ દિયા પોતાના ઘર મા જોવા મળતા પપ્પા- મમ્મી ના સંસ્કારો ગ્રહણ કરી રહી છે.નાની દિયા દિવસ દરમ્યાન પોતાના ઘરમાં કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતી જોવા મળતી હોય છે અને તેની કોઈ પણ પ્રવૃતિને તેના પપ્પા મમ્મી કયારેય ટોકતા નથી અને તેને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આજે નાની એવી આ દિયા પોતાના મનપસંદ પિંક કલર વડે ખુરશી નું રંગ રોગાન કરતી તેના ઘરમાં જોવા મળતા તેના સંસ્કારો ની પ્રતીતિ જોતા પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી.
વેલ ડન…સ્વીટ દિયા બેબી વેલ ડન..
અહેવાલ યશપાલ સ્વામી