google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

દુનાવાડા વાંસા રોડ ઉપર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સજૉતા બાઈક ચાલક ઘવાયો…

Date:

પાટણ તા. 20 પાટણના દુનાવાડા- વાસા માગૅ પર ઉગી નિકળેલા ગાંડા બાવળ ના કારણે બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સજૉતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં પાટણ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત ની મળતી હકીકત મુજબ પાટણના દુનાવાડા ગામના રમેશજી કરશનજી ઠાકોર પોતાનું બાઈક લઈને દુનાવાડા તરફ જઈ રહ્યા હતા તે સમયે માગૅ પરના વળાંક માં ઉગી નિકળેલ ગાંડા બાવળ ના કારણે સામે થઈ આવતી પાટણ ડેપોની પાટણ- વાસા વાયા કાતરા ની એસટી બસ સાથે તેઓનું બાઈક અથડાતાં રમેશજી ઠાકોર ને ગંભીર ઈજા પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

માગૅ પર ઉગી નિકળેલા ગાડા બાવળના કારણે બાઈક અને એસટીબસ વચ્ચે સજૉયેલ અકસ્માતને પગલે માગૅ પર થી પસાર થતાં રાહદારીઓએ તેમજ વાહન ચાલકોએ માગૅ પરના બાવળો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે તેવી માગ કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની ગાંધી સુંદરલાલ કન્યા શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..

પાટણની ગાંધી સુંદરલાલ કન્યા શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.. ~ #369News

પાટણના બાલીસણા ગામે મોબાઈલમાં પોસ્ટ મૂકવાની બાબતને લઈ બે જૂથો વચ્ચે અથડામણ સર્જાય…

બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગામમાં...

પાટણના સમી તાલુકાના શમશેરપુરા ખાતે સૌ પ્રથમ વાર વઢિયાર ગૌરવ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું..

વઢિયાર પંથકમાં વિશેષ પ્રવૃતિ કરનારા વ્યકિત વિશેષોનુ એવોડૅ આપી...

ચાણસ્મા ખાતે શ્રી ગોગા મહારાજ મંદિર પરિસરનો23 મો ત્રિદિવસીય પાટોત્સવ પવૅ ઉજવાયો..

હવન યજ્ઞ, ધ્વજા રોહણ, અન્નકુટ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાયા..પાટણ...