fbpx

પાટણ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી સમસ્યાના ત્વરિત નિરાકરણ માટે પાલિકા પ્રમુખે આદેશ કર્યા..

Date:

વરસાદી પાણીના નિકાલ, ધોવાણ થયેલા માર્ગો પર પડેલા ભુવા અને ખાડાઓ ના પુરાણ તેમજ સ્વચ્છતા સાથે દવા નો છંટકાવ કરવા સુચનાઓ આપી..

પાટણ તા. 20 પાટણ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે પડેલા ભારેથી અતિ ભારે વરસાદના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાની સાથે સાથે શહેરના વિવિધ માર્ગોના ધોવાણ, માર્ગો પર ખાડા અને ભુવા પડવાની સમસ્યાઓ સાથે ઠેર ઠેર સર્જાયેલી ગંદકીની સમસ્યાને લઈ શહેરીજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. શહેરીજનોની આ તમામ સમસ્યાઓને તાત્કાલિક ધોરણે દૂર કરવા પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર દ્વારા બુધવારે નગરપાલિકાની વિવિધ શાખાઓને સૂચનાઓ આપવામાં આવી છે.

પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે પાટણ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા વરસાદના લીધે સર્જાયેલી સમસ્યાઓના કારણે શહેરીજનોને ભોગવવી પડતી હાલાકીઓના ત્વરિત નિરાકરણ માટે બુધવારે નગરપાલિકાની બાંધકામ શાખા, સ્વચ્છતા શાખા સહિત ની શાખાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરમાં વરસાદી પાણી ભરાતા વિસ્તારો, શહેરના વિવિધ માર્ગોના ધોવાણ સાથે માર્ગો પર પડેલા ખાડા અને ભુવાઓ અને શહેરના જે જે વિસ્તાર માં વરસાદ ના કારણે સજૉયેલી ગંદકી નું સર્વે કરી તેના તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપવામાં આવી હતી.

સાથે સાથે શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખી દવાનો છંટકાવ કરવા પણ તેઓએ સુચન કરતાં પાલિકા ની વિવિધ શાખાઓ દ્વારા ટીમ વર્ક સાથે શહેરીજનોની સમસ્યા ના નિરાકરણ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હોવાનું પાલિકાના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

લોકસભાની ચૂંટણી સંપન્ન બન્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એ પાટણની મુલાકાત લીધી.

પાટણ તા. ૧૭લોકસભા ચૂંટણી બાદ રાજ્યના પોલીસવડા વિકાસ સહાય...

શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે અન્નપ્રાશન બાળ દિવસ ઉજવણીના ભાગરૂપે તાલુકા મેળાનું આયોજન કરાયુ..

શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે અન્નપ્રાશન બાળ દિવસ ઉજવણીના ભાગરૂપે તાલુકા મેળાનું આયોજન કરાયુ.. ~ #369News

વારાહી ટોલ પ્લાઝા નજીક ફોરચ્યુન કારને અકસ્માત નડતા ત્રણ લોકો ધવાયા…

અકસ્માત ને પગલે RTO ઈન્સ્પેક્ટરે ધટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને...