બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી તપાસ હાથ ધરી..
પાટણ તા. 17
પાટણના બાલીસણા ગામે રવિવારની રાત્રે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની બાબતને લઈ બે કોમ વચ્ચે થયેલી મારા મારી મા બંને કોમના ઇસમો ઈજા ગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બનાવવાની જાણ પોલીસ તંત્રને થતા પોલીસે બાલીસણા ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ તાલુકાના બાલીસણા ગામે મસ્જિદ ચોકમાં લકી પાર્લર ઉપર રવિવાર ની રાત્રે મોબાઈલ પર પોસ્ટ મૂકવાની બાબતને લઈને મન દુઃખ રાખી ઉસ્કેરાયેલા ક્રિશ પટેલ અને નિમેષ પટેલે લકી પાર્લરના માલિક ઉપર લોખંડની પાઈપ વડે હુમલો કરતાં પાલૅર માલિક ના ભત્રીજા આરિફ શેખે વચ્ચે પડતાં તેને માથાના ભાગે પાઈપ વાગતા તે લોહી લુહાણ બની જમીન પર પછડાયો હતો.
તો બનાવને પગલે પાલૅર માલિક દ્રારા બુમાબુમ કરાતા અન્ય લોકોએ દોડી આવી ઈજાગ્રસ્ત ને 108 દ્રારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તે સમયે પણ ઉપરોક્ત બન્ને ઈસમો એ 108 ઉભી રખાવી લોખંડની પાઈપ વડે અને છુટો પથ્થર મારો કર્યો હોવાની ઈજાગ્રસ્ત આરિફ શેખ દ્રારા ક્રિશ પટેલ અને નિમેષ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
તો સામા પક્ષે મિત સુરેશભાઈ પટેલે આપેલી ફરિયાદ મા જણાવ્યું હતું કે મોબાઇલ પોસ્ટ બાબતે અદાવત રાખી ને અબ્દુલ કાદર, તૌફિક હુસૈન શેખ, સહદ મહંમદ શેખ, આરિફ શેખ, ઈલીયાસ શેખ, ફૈજર અલી શેખ, અહેમદ ડેલીગેટ, સિકંદર ગાડીવાળો, ભૈલુ માસ્તર નો દિકરો અને ખલીલ ગેરેજ વાળા એ તિક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ ના ચક્રો ગતિમાન કરી બાલીસણા ગામે કોઈ અનિચ્છનીય ધટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી