fbpx

પાટણ નગરપાલિકાના પ્રમુખ દ્વારા શહેરના વિકાસ કામોને લઈને પ્રભારી મંત્રીને લેખિત રજૂઆત કરાઈ…

Date:

પાટણ તા. 22 પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારે પોતાના પ્રમુખ પદનો ચાર્જ ગ્રહણ કરતા ની સાથે જ શહેરીજનો ને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાની અને શહેરના વિકાસ કામોને વેગવંતો બનાવવા કટિબદ્ધતા સાથે કાર્ય આરંભ્યું છે.

ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા પ્રભારીમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને પાટણ નગરના મહત્વના વિકાસ કામો માટે લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા પ્રભારી મંત્રીને પાટણના વિકાસ કામો બાબતે કરેલી લેખિત રજૂઆત મા તેઓએ પાટણ ફરતે રીંગરોડ, સિદ્ધિ સરોવરના બ્યુટીફિકેશન માટે, શહેરમાં ટાઉનહોલની સુવિધા બાબતે, ભૂગર્ભ ગટર અને વોટર વર્કસ ના કામો બાબતે, શહેરમાં અંડર ગ્રાઉન્ડ ઈલેક્ટ્રીક સિટીના કામ બાબતે, નગરપાલિકામાં ખૂટતા સ્ટાફની ભરતી માટે, સિદ્ધિ સરોવરમાં સોલાર ફ્લોટિંગ સિસ્ટમ ના કામ બાબતે, વનાસણ પુનાસણ ખાતે ઢોર રાખવા માટે અને વાયડીગ માટે ના કામો સહિત પીવાનાપાણીની કેનાલો ને અંડર ગ્રાઉન્ડ કરવા માટે અને સોસાયટી વિસ્તારમાં રોડ રસ્તા માટે સરકારની 30/70 ની સ્કીમ ની જગ્યાએ જૂની સ્કીમ મુજબ સોસાયટી વિસ્તારોમાં સો ટકા સરકારી ગ્રાન્ટમાં રોડ રસ્તા ના કામો બાબતે તેઓએ પ્રભારી મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શેઠ એમ.એન.હાઈસ્કૂલ, પાટણના આચાર્ય તરીકે કાયૅભાર સંભાળતા ધનરાજભાઈ ઠક્કર..

નવ નિયુકત આચાર્ય ને શાળા સંચાલન મંડળ સહિત સ્ટાફ...

રાધનપુર સરદારપુરાના રત્નાકર સોસાયટીની મહિલાઓ પાણીના મામલે રણચંડી બની..

સરદારપુરા ના સરપંચના નિવાસ્થાને મહિલાઓએ પાણી મુદ્દે હલ્લાબોલ મચાવી...