google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

અંગદાન મહાદાન થીમ આધારિત સિધ્ધહેમ સેવાકેમ્પ પાટણ આયોજિત અંબાજી સેવા કેમ્પનો આવતી કાલ થી પ્રારંભ…

Date:

રોટલીયા હનુમાન દાદા ના મંદિરે સિદ્ધહેમ સેવા કેમ્પની જાણકારી માટે પ્રેસ બેઠક યોજાઈ…

પાટણ તા. 22 જગત જનની માં અંબાના ધામમાં ભાદરવી પૂનમે લાખો માઇભક્તો માં ના ચરણોમાં શીષ ઝુકાવવા આવે છે.આ માઇભક્તો માટે અંબાજીના માગૅ પર વિવિધ સેવા કેમ્પોનું આયોજન પણ સમાજિક સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. છેલ્લા 15 વષૅ થી સેવા કેમ્પ નું સુંદર આયોજન કરતાં સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ દ્વારા ચાલુ 16 મા વર્ષે પણ અંગદાન મહાદાન ની થીમ ઉપર ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આવતીકાલ તા. 23 મી સપ્ટેમ્બર થી તા. 29 મી સપ્ટેમ્બર સુધી અંબાજી થી 200 મીટરના અંતરે દિવાળીબેન ગુરુભવન અંબાજી દાંતા રોડ ખાતે આ સેવા કેમ્પ નું રૂડું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ માં પદયાત્રીઓ માટે બપોરે અને રાત્રે ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે ભકતો માટે ભક્તિ સંગીત અને રાસ ગરબાની રમઝટ માટે નિત્ય રાત્રે મોરલો ગ્રુપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અંગદાન મહાદાન ની થીમ આધારિત સિદ્ધહેમ સેવા કેમ્પના 16માં વર્ષના પ્રારંભ પૂર્વે સેવા કેમ્પની માહિતી પ્રદાન કરવા શુક્રવારના રોજ પાટણ શહેરના પ્રસિદ્ધ એવા શ્રી રોટલીયા હનુમાન દાદા મંદિર ખાતે પત્રકાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પત્રકારોને સિદ્ધહેમ સેવા કેમ્પની માહિતી પ્રદાન કરતા સિધ્ધહેમ સેવા ગ્રુપ પાટણ ના પ્રમુખ સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.ત્યારે ચાલુ સાલે સતત 16માં વર્ષે અંગદાન એ મહાદાનની થીમ ઉપર સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવાકેમ્પનો આશરે દોઢ લાખ જેટલા ભક્તો લાભ લેશે.ભક્તો માટે રોટલી બનાવવા જોધપુર ખાતેથી સ્પેશ્યલ મશીન લાવવામાં આવ્યુ છે.જેમાં 1 કલાકમાં 10,000 રોટલી બનશે.આ સેવા કેમ્પમાં ભાડું નર્સિંગ કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓ પગપાળા જતા પદયાત્રીઓની સેવામાં જોડાશે. અંગદાન એ મહાદાન ના થીમ સાથે 10,000 જેટલા લોકોનું અંગદાન માટે રજીસ્ટ્રેશન થાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.આ સેવા કેમ્પમાં 300 જેટલા કાર્યકરો સાત દિવસ ખડેપગે રહી સેવા આપશે તેવી તમામ માહિતી તેઓ દ્રારા પત્રકાર બેઠક માં સ્નેહલભાઈ પટેલ દ્વારા પુરી પાડવામાં આવી હતી. સિદ્ધહેમ સેવા કંપની ભાદરવી પૂનમ નિમિત્તે આયોજિત કરાતી સેવા કેમ્પની પ્રવૃત્તિને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે પણ સરાહનીય લેખાવી કોરોનાના સમયે અંબાજી માર્ગ પર ફક્ત એક જ સેવા કેમ્પની તંત્ર દ્વારા મંજૂરી મળી હતી અને તેનો લાભ પણ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પાટણ ના સિદ્ધહેમ સેવા કેમ્પને પ્રાપ્ત થયો હોવાનો તેઓએ ઉલ્લેખ કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના વાળીનાથ ચોક ખાતે બ્રહ્માણી નગરના શ્રી ગોગા મહારાજની જાતર અને રમેલ નો પ્રસંગ ઉજવાયો..

પાટણ તા. ૨૭પાટણ શહેરના વાળીનાથ ચોક વિસ્તારમાં આવેલ બ્રહ્માણી...