નાણાવટી ક્લસ્ટર ની 8 સ્કૂલોના વિદ્યાર્થીઓએ જુદી જુદી 11 કૃતિઓ દ્વારા પોતાની વૈજ્ઞાનિક વિચારધારા રજૂ કરી..
પાટણ તા. 24 પાટણ નાણાવટી સ્કૂલ સી.આર.સી ગણિત વિજ્ઞાન પ્રદર્શન શુક્રવાર ના રોજ નાણાવટી પ્રાથમિક શાળા ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નાણાવટી ક્લસ્ટર ની 8 શાળાના વિદ્યાર્થીઓએ જુદી જુદી 11 કૃતિઓ દ્વારા પોતાની વિજ્ઞાન વિચારધારાને રજૂ કરી હતી. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના નિર્ણાયક તરીકે નાણાવટી સ્કૂલના જયદીપભાઇ અને ઠક્કર બાપા સ્કૂલના નિલેશભાઈ સ્વામી એ ભૂમિકા નિભાવી હતી.
આ પ્રદર્શન પ્રસંગે સી.આર.સી કો-ઓર્ડીનેટર ડૉ હેમાંગી બેન પટેલ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામો એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં ગાંધી સુંદર લાલ પ્રાથમિક શાળાના આચાર્ય તથા બીટ કેળવણી નિરિક્ષક ચંદ્રકાંતભાઈ ઠક્કર સહિત અન્ય શાળા પરિવારના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. નાણાવટી પ્રાથમિક શાળા ખાતે આયોજિત કરાયેલા સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા નાણાવટી શાળા આચાર્ય કિર્તીભાઇ પટેલ તથા શાળા પરિવારના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી