google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ કપાસની 545 મણની આવક…

Date:

પાટણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1151 થી 1751 પડ્યા..

પાટણ તા. 25 પાટણ માર્કેટયાર્ડમાં સોમવારથી કપાસની આવક સાથે ખરીદીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે જ પાટણ માર્કેટયાર્ડમાં 545 મણ કપાસની આવક થઈ હતી તો કપાસના ભાવ પ્રથમ દિવસે રૂ.1151 થી રૂ.1751 ના પડ્યા હોવાનું માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લામાં 24,661હેક્ટર વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર થયું છે. કેટલાક વિસ્તારમાં ધીમે ધીમે કપાસ ની વીણવાની શરૂઆત થઈ છે.

ત્યારે સોમવારથી પાટણ માર્કેટયાર્ડમાં શુભ મુહૂર્તમાં કપાસની આવક સાથે ખરીદી નો પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે 545 મણ કપાસ ની આવક થઈ હતી જેમાં પ્રથમ દિવસે 1151 અને 1751 સુધી ના ભાવ પડ્યા હતા. પાછોતરા વરસાદના કારણે કપાસના પાકમાં 20 ટકા જેટલું નુકસાન થયું છે એટલે ઉત્પાદન પર માઠી અસર થશે.

આ ઉપરાંત વરસાદના કારણે ગંજ બજારમાં કપાસ નો જથ્થો ભેજવાળો આવવાની પણ શક્યતા છે. દર વર્ષે ગંજ બજારમાં નવરાત્રી આસપાસ કપાસની આવક અને ખરીદી શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે અધિક માસ આવ્યો હોવાથી સોમવાર થી જ કપાસ ની આવક અને ખરીદી શરૂ થઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. હાલ કપાસનો જથ્થો નહિવત આવ્યો હોય પરંતુ નવેમ્બર ડિસેમ્બર માં કપાસ ની ખરી સિઝન શરૂ થશે તેવું માર્કેટ યાર્ડના વેપારીઓ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના રાજમહેલ રોડ પર ડો.પ્રવિણભાઈ પટેલ ની નવ નિર્મિત હર્ષરાજ હોસ્પિટલ નો પ્રારંભ..

હર્ષરાજ હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત સગા-સબંધી અને સ્નેહી મિત્રો...

પાટણની તપોવન સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી..

વિદ્યાર્થીઓએ પોતાના શરીરને તંદુરસ્ત અને મસ્ત રાખવા નિયમિત યોગ-...

પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી કચેરી ખાતે કાર્યરત એમ.સી.એમ.સી કેન્દ્રની મુલાકાત લીધી..

પાટણ તા. ૫લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પાટણ જિલ્લામાં યોજાનાર...