જમીન માપણી કરાવી સીટ મેળવવા અરજદાર પાસે રૂ.7 હજારની લાંચ માગી હતી.
પાટણ તા.25 પાટણ એસીબી ની સફળ રેપમાં પાટણ જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીમાં ફરજ બજાવતા સિનિયર સર્વેયર આબાદ ફસાયો હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ કોલેજ રોડ પર આવેલ જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીમાં વર્ગ ત્રણ ના કર્મચારી તરીકે ફરજ બજાવતા સિનિયર સર્વેયર જયંતીભાઈ વીર સંગભાઇ પટેલે ઓનલાઇન અરજી કરનાર અરજદાર ની જમીન ની માપણી કરાવી માપણી સીટ મેળવવા રૂપિયા 7000 ની લાંચ ની માંગણી કરી હતી
જ્યારે અરજદાર દ્વારા લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આવા લાંચિયા કર્મચારીને સબક શીખવાડવા પાટણ એસીબી કચેરી નો સંપર્ક કરી સધળી હકીકત જણાવતા પાટણ એસીબી પીઆઇ એમ જે ચૌધરી તેમજ તેમની ટીમ સાથે મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજના સુપર વિઝન અધિકારી કે એચ ગોહિલ સાથે છટકું ગોઠવી સોમવારના રોજ અરજદારે જિલ્લા નિરીક્ષક જમીન દફતર ની કચેરી પાટણ ખાતે લાંચિયા કર્મચારી જયંતીભાઈ વીરસંગભાઈ પટેલને લાંચ ની રૂપિયા 7000 ની રકમ આપતા અને તે રકમને સ્વીકારતા જયંતીભાઈ પટેલને એસીબી ટીમે રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બનાવના પગલે લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી