fbpx

પાટણની તપોવન સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી..

Date:

પાટણ તા. ૨૧
પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલ તપોવન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શુક્રવારે વિશ્વ યોગ દિવસ
ની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે તપોવન સ્કૂલ ખાતે આયોજિત કરાયેલ યોગ પ્રાણાયામ ના કાર્યક્રમમાં શાળાની યોગગુરૂ બાલિકા દ્વારા વિવિધ પ્રકારના આસનો અને યોગ કરાવવામાં આવ્યા હતા.

તો શાળાના સંચાલક હાર્દિકભાઈ રાવલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પોતાના શરીરને તંદુરસ્ત અને મસ્ત રાખવા નિયમિત સવારે યોગ અને પ્રાણાયામ કરવા જણાવી વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

તપોવન સ્કૂલ ખાતે આયોજિત કરાયેલ વિશ્વ યોગ દિવસ ની ઉજવણીના આયોજનને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સરદાર સરોવર ની જળ સપાટી વધતાં પાટણ પંથકના નદી કાઠાના ગામોને એલટૅ કરાયા..

સરદાર સરોવરની જળ સપાટી વધતા ગમે ત્યારે નદીઓમાં પાણી...

પાટણમાં નિકળનારી ભગવાન શ્રી રામચંદ્રજીની 36 મી રથયાત્રા ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

પાટણમાં નિકળનારી ભગવાન શ્રી રામચંદ્રજીની 36 મી રથયાત્રા ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ.. ~ #369News