પાટણ તા. 25 પાટણ માં રહેતા એક બહેનને તેના પતિએ ત્રાસ ગુજારી બેનને પગે માર મારતા અને આ બાબતે ની કોઈ અજાણ્યા વ્યક્તિએ બહેનની મદદ માટે પાટણ ૧૮૧ અભયમ્માં ફોન કરીને જાણ કરતા પાટણ અભિયમ ની ટીમે ધટના સ્થળે પહોંચી બેન નું કાઉન્સિલીગ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેમના પતિ તેમજ વડ સસરા અને વડ સાસુ અવારનવાર તેની સાથે બોલા ચાલી કરી તેનો પતિ મારઝુડ કરતો હોવાનું જણાવતા અને બેન 8 મહિના ની ગર્ભવતી હોય બેનને એક 16 માસ નો બાબો હોય બેનની વિતક સાભળી અભયમ્ ટીમે બેન ના સાસરી માં જઈ તેના પતિને ઠપકો આપતાં બેનના પતિ એ અભયમ્ ટીમ સમક્ષ હવે બેનને મારઝુડ નહિ કરે અને ત્રાસ પણ નહિ આપે તેવું જણાવતા સુખદ સમાધાન પાટણ અભયમ ટીમે કરાવતાં બેન દ્રારા ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી