પીએચડી ની માન્યતા મેળનાર ડો.નયનાબેન પરમારને પાટણ જિલ્લા કોંગ્રેસ અનુ.જાતિ ડિપાર્ટમેન્ટદ્વારા સન્માનિત કરાયા…
પાટણ તા.1 આર્ય સેવા સંઘ સંચાલિત, મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ બાસ્પા ના આસિ.પ્રોફેસર અને કેમિસ્ટ્રી વિષય માં અધ્યાપિકા તરીકે ફરજ બજાવતા પાટણ તાલુકાના કુણધેર ગામના વતની પરમાર નયનાબેન હેમચંદભાઈ કે જેવો એ પાટણની શેઠ એમ.એન.સાયન્સ કોલેજના પ્રિન્સી.પાલ ડૉ.પિયુષ જે. વ્યાસ ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ પી.એચ.ડી શોધ નિબંધ નવલકથા હેટરો સાયક્લિક સંયોજન અને તેમના મેટલ ચેલેટ્સની લાક્ષણિકતા અને જૈવિક ગુણધર્મો નિબંધ ને પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા માન્યતા આપી પી.એચ. ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. ડો. નયનાબેન પરમાર ની આ સિધ્ધી બદલ તેમની કોલેજના સ્ટાફ મિત્રો સહિત સગા,સંબંધીઓ અને સ્નેહીજનો સાથે પાટણ જિલ્લા કોગ્રેસ અનુસુચિત જાતિ ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ હસમુખભાઈ સક્સેના સહિત ટીમે શુભેચ્છાઓ વ્યકત કરી હતી.
રવિવારે ડો.નયનાબેન પરમાર ના કુણધેર સ્થિત નિવાસ સ્થાને તેમની સિધ્ધી બદલ આયોજિત કરવામાં આવેલા સત્કાર સન્માન કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોગ્રેસ અનુસુચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન હસમુખભાઈ સક્સેના સહિત તેમની ટીમે ખાસ ઉપસ્થિત રહી ડો.નયનાબેન પરમારને શ્રી અંબાજી માતાની ચાંદીની પ્રતિમા સાથે સન્માન પત્ર એનાયત કરી તેઓ શિક્ષણક્ષેત્રે પ્રગતિ ના સોપાન સર કરે તેવી કામનાઓ વ્યકત કરવામાં આવી હતી. ડો.નયનાબેન પરમાર ના સત્કાર સન્માન પ્રસંગે ઉપસ્થિત પાટણ જિલ્લા કોગ્રેસ અનુસુચિત જાતિ ડિપાર્ટમેન્ટ ના ચેરમેન સહિત ના આગેવાનો, કાયૅકરો નો ડો. નયનાબેન પરમાર સહિત તેમના પરિવારજનો એ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી