સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરીજનોને શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરાઈ..
પાટણ તા.1 પાટણ શહેરના નગરજનો ને શહેર ને સ્વચ્છ રાખવા અને નગરપાલિકા ના સફાઈ કમૅચારી ઓને સફાઈ કામગીરી મા સહયોગ આપવા માટે ની અપીલ સાથે પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા ની ટીમ દ્વારા પાલિકા ના પ્રમુખ હિરલબેન પરમાર અને તેમની નવનિયુક્ત ટીમ સાથે પ્રાંત અધિકારીની સુચના અનુસાર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રવિવારે શહેરના નવા એસટી બસસ્ટેન્ડ વિસ્તાર સહિત બસ સ્ટેન્ડની બાજુ મા આવેલ અને અસહ્ય ગંદકીથી ખદબદતી ગલીની જેસીબી મશીનની મદદથી સફાઈ કામગીરી હાથ ધરી વિસ્તાર માથી અંદાજીત 5 ટ્રેક્ટર જેટલો કચરો ઉલેચી દવાનો છંટકાવ કરી વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત પાટણ નગરપાલિકાની સ્વચ્છતાશાખા દ્વારા સફાઈ કર્મચારીઓની સાથે જેસીબી મશીન અને ટ્રેક્ટર ની મદદ વડે હાથ ધરાયેલી સફાઈ અભિયાન કામગીરીને સાંગો પાંગ સફળ બનાવવા પાલિકાના ઇન્ચાર્જ એસ આઈ મુકેશ રામી સહિત આ વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટરે સ્થળ પર હાજર રહી કામગીરી કરાવતા અસહ્ય ગંદકીથી ખદબદતો વિસ્તાર સ્વચ્છ અને સુંદર બનતાં વિસ્તાર ના લોકોએ પાલિકાની સ્વચ્છતા કામગીરી ને સરાહી હતી.
અહેવાલ યશપાલ સ્વામી