fbpx

પાટણ- શિહોરી માગૅ પર પોલીસ ની 100 નંબર વાન ડિવાઈડર તોડી પલ્ટી મારી ગઈ…

Date:

પાટણ તા. 4 પાટણ શહેરમાં બુધવારની વહેલી સવારે પાટણ શિહોરી હાઇવે ઉપર માતરવાડી ગામ નજીક માગૅ પરથી આવી રહેલ પોલીસ ની 100 નંબરની ગાડી અચાનક ડિવાઇડર ની ગ્રીલ સાથે અથડાઈ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં સામે થી પસાર થઈ રહેલ એક રાહદારી યુવક હડફેટે આવી જતાં તે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ ડીસા હાઈવે ઉપર માતરવાડી નજીક વહેલી સવારે પોલીસ ની 100 નંબરની બોલેરો ગાડીના ચાલક નું સ્ટેરિગ પરનો કાબૂ ગુમાવતાં અચાનક ગાડી ડિવાઇડર ની ગ્રીલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. સદનસીબે સામેથી પસાર થઇ રહેલા બાઈક ચાલકો ગાડી અથડાય તેની પાંચથી દસ સેકન્ડ પહેલા જ પસાર થઈ જતા ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટનો થાભલો તેમના ઉપર પડતા રહી ગયો હતો જેથી તેમના બંનેનો અદભુત બચાવ થયો હતો. પોલીસની ગાડી પલટી મારી જતા અંદર સવાર કર્મચારીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા તેનો વિડીયો વાયરલ થયેલ સામે આવ્યો છે. તો આ ઘટના કેવી રીતે બની ગાડીમાં કેટલા લોકો સવાર હતા તેમાથી કેટલા લોકો ને ઈજા પહોંચી છે . તેમજ ગાડી સીધી ડિવાઇડર સાથે કેવી રીતે અથડાય તે તમામ બાબતો ઉપર હવે પોલીસ દ્વારા તપાસ કયૉ બાદ જ હકીકત જાણી શકાશે. આ બાબતે અકસ્માત સ્થળ ઉપર ઉભેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગાડી વાગડોદ પોલીસની હતી અને તેમાં ત્રણ જમાદાર સવાર હતા.જે બિન ડ્રેસ માં હતા. ગાડી ડિવાઇડર સાથે અથડાઈ તે દરમિયાન સામેથી પસાર થઇ રહેલ એક યુવકને અડફેટે લેતા તેને ઈજા પહોંચી છે.જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ચાલું વર્ષે ઉતરાયણ પર્વમાં દોરીમાં રૂ.100 અને પતંગની કોડીમાં રૂ.50 નો વધારો..

પાટણ તા. ૧૧ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા...