google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વડતાલ ના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા ગોરા કુંભાર વિશે કરાયેલી ટીપ્પણી ને લઇ પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ ખફા…

Date:

ચિટનીસ ટુ કલેકટર ને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી ની માગ કરી…

પાટણ તા. 4 વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીના ગોરા કુંભાર વિશે કરાયેલા નિવેદનને લઈ પ્રજાપતિ સમાજમાં નારાજગી ઊભી થવા પામી છે ત્યારે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા બ્રહ્મ સ્વરૂપ સ્વામી વિરોધ કાયદેસરની કાર્યવાહી કરાય અને તેઓ જાહેરમાં પ્રજાપતિ સમાજની માફી માંગે તેવી માંગ સાથે બુધવારના રોજ પાટણ ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા વ્યાસપીઠ પરથી પ્રજાપતિ સમાજના આસ્થાના પ્રતિક સમા ગોરા કુંભાર વિશે એક સામાન્ય કુભારણ સ્ત્રી અને ગોરા કુંભારના રૂમમાં સુવા બાબતે નું વણૅન કરીને પોતાની હલકી માનસિકતા છતી કરી સમસ્ત પ્રજાપતિ સમાજ ની લાગણી દુભાવી છે. આ અગાઉ પણ બ્રહ્મ સ્વરૂપ સ્વામી એ હનુમાનજી મહારાજ અને ખોડીયાર માતાજી વિશે પણ વાહિયાત ટિપ્પણીઓ કરી હિન્દુ ભકતોની આસ્થા ને ઠેસ પહોચાડી હતી. અને આ મામલે વિવાદ ઉભો થતાં પાછળથી તેઓએ માફી માગવી પડી હતી. બ્રહ્મ સ્વરૂપ સ્વામી દ્વારા અવાર નવાર હિન્દુ ધમૅ ના લોકોની ધાર્મિક લાગણીઓને દુ:ભાવવાનું કામ કરાતું હોય તેઓએ ગોરા કુંભાર વિશે પણ આવી ટિપ્પણી ઉચ્ચારી પ્રજાપતિ સમાજ ની આસ્થાને ઠેસ પહોચાડી છે ત્યારે આવા હિન્દુ ધર્મ વિરુદ્ધ બફાટ કરતા બ્રહ્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને તેઓ દ્રારા પ્રજાપતિ સમાજની જાહેરમાં માફી માગવામાં આવે તેવી માંગ સાથે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરતા પાટણના ચિટનીશ ટુ કલેકટરે પ્રજાપતિ સમાજની લાગણી અને માગણીને સરકાર સુધી પહોંચાડવા હૈયા ધારણા આપી હતી. પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત કરાયેલા આ આવેદનપત્રના કાર્યક્રમમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ધર્મેશ પ્રજાપતિ, યશપાલ સ્વામી, ગીરીશ પ્રજાપતિ, નિરુભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પ્રજાપતિ, દશરથભાઈ પ્રજાપતિ, કનુભાઈ પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લોકસભાની ચૂંટણીના ઇવીએમ અને વિવિપીએટ મશીનો કતપુર એન્જિનિયરિંગ કોલેજના સ્ટોંગ રૂમમાં સીલ કરાયા..

મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી,ઓબ્ઝર્વરો અને અધિકારીની ટીમે સ્ટ્રોંગ રૂમ...

પાટણ યુનિવર્સિટી ની કારોબારી એ વિજાપુર કોલેજમાં બનેલી ઘટના ને લઈને ચાર સભ્યો ની કમિટી બનાવી તપાસ સોંપી..

પાટણ યુનિવર્સિટી ની કારોબારી એ વિજાપુર કોલેજમાં બનેલી ઘટના ને લઈને ચાર સભ્યો ની કમિટી બનાવી તપાસ સોંપી.. ~ #369News