fbpx

રાધનપુરમાં વાહન ચાલકો ને પરેશાન કરતાં શખ્સો ને ઠપકો આપવા ગયેલ પોલીસ કોસ્ટેબલ પર હુમલો કરાયો..

Date:

ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ દ્ધારા પોલીસ ફરિયાદ કરાતા ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી..

પાટણ તા. 4 પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેરમાં આવેલા રવિધામ વિસ્તારમાં રોડ પર eeco ગાડી લઈને ઉભેલા ત્રણ શખ્સો દ્વારા આવતા જતા વાહન ચાલકોને ખોટી રીતે પરેશાન કરતા હોવાની બાબતને લઈ ઠપકો આપવા ગયેલા રાધનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને ઉપરોક્ત ત્રણેય સખ્શો એ માર મારતા ઈજાગ્રસ્ત બનેલા કોન્સ્ટેબલે આ બાબતની રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કોન્સ્ટેબલને માર મારનાર ત્રણેય શખ્સોની અટકાયત કરી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવવાની મળતી હકીકત મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઇશ્વરભાઇ દેવશીભાઈ ચૌધરી દ્વારા રાધનપુર શહેરના રવિ ધામ વિસ્તારમાં ત્રણ જેટલા શખ્સો રોડ વચ્ચે પોતાની ઈકકો ગાડી લઈને આવતા જતા વાહન ચાલકો ને પરેશાન કરતાં હોવાની બાબતને લઇને ઠપકો આપવા ગયેલ હતાં ત્યારે ઉશ્કેરાયેલા શખ્સો પૈકીના જીગર લાલા રાવળ, જગા લાલા રાવળ અને સલીમ ઈસ્માઈલ ઘાચી એ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચૌધરીને અપશબ્દો બોલી ધોકા અને ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોચાડતા આ બનાવ મામલે કોન્સ્ટેબલ ચૌધરીએ પોતાના સ્ટાફના કમૅચારી ને ફોન કરતાં તેઓ પોલીસ સાથે ધટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ ને સારવાર અર્થે ખસેડી કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ત્રણેય શખ્સો પોતાની ગાડી ને ભાગે તે પહેલાં તેઓને ઝડપી ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ ચૌધરી ની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ રાધનપુર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુર પોલીસ કોન્સ્ટેબલ પર થયેલા હુમલાની ધટનાએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ NYCS ની સ્થાપના ને 11 વષૅ પૂણૅ થતાં વૃક્ષારોપણ થકી ઉજવણી કરાઈ..

પાટણ તા. 10 નેશનલ યુવા કો ઓપરેટિવ સોસાયટી લી(NYCS...

કેબીનેટ મંત્રી ની ઉપસ્થિત મા ‘વાયબ્રન્ટ ગુજરાત, ’વાયબ્રન્ટ પાટણ’ સમિટ યોજાઈ..

પાટણના ઉધોગકારો અને રાજય સરકાર વચ્ચે 100 કરોડથી વધુ...