google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત યુનિ.કેમ્પસ ખાતે NSS યુનિટની 5 કોલેજોના વિધાર્થીઓ દ્રારા કળશ યાત્રા યોજાઈ..

Date:

કા. કુલપતિ,કા.રજિસ્ટાર અને NSS વિભાગના વડાએ ઉપસ્થિત રહી માગૅદશૅન પુરૂ પાડ્યું..

પાટણ તા. 5 મેરી મીટ્ટી મેરા દેશ” અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અમૃત કળશ યાત્રાનું ગુરૂવારે આયોજન કરાયું હતુ.યુનિવર્સિટી ના NSS વિભાગ અને તેના યુનિટ ધરાવતી પાંચ કોલેજના 100 સ્વયંસેવકો આ યાત્રામાં જોડાયા હતા.. યાત્રામાં સ્વયંસેવકોએ પંચ પ્રણ પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ વધુમાં વધુ વૃક્ષારોપણ કરે તેવી અપીલ સાથે ગુજરાતની દુર્લભ વનસ્પતિના બીજ આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ, ટી. એસ. આર કોમર્સ કોલેજ, એમ. એન.સાયન્સ કોલેજ, આદર્શ સાયન્સ કોલેજ તથા બી.ડી,એસ આર્ટસ સાયન્સ અને કોમર્સ કોલજ સાથે NSS યુનિટ ધરાવતી આ પાંચ કોલેજના 100 સ્વયંસેવકો આ યાત્રામાં જોડાયા હતા.

કાર્યક્રમમાં કા. કુલપતિ પ્રોફેસર ડો. રોહિતભાઈ દેસાઈ અને કા.રજિસ્ટાર ડૉ. કે.કે.પટેલ, NSS કોર્ડિનેટર ડૉ.જય ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કા. કુલપતિ દ્વારા કળશનું પૂજન કરી સરસ્વતિ નદી નજીક આવેલા આનંદેશ્વર મહાદેવ મંદિરની માટી તથા ચોખા આ કળશમાં પધરાવી યાત્રાને પ્રસ્થાન કરાવી જણાવ્યું હતું કે, યુવા વિદ્યાર્થીઓ દેશની સંસ્કૃતિ, વીર બલિદાનો, સામાજિક સમરસતા, દેશની એકતા વધે તે ઉદેશ સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. યાત્રાની શરૂઆતમાં સ્વયં સેવકોએ પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ યાત્રાને યિનિવર્સિટીના એમ.બી.એ, મેથ્સ, લાઈફ સાયન્સ, બાયોટેક, ફિઝિક્સ,કેમેસ્ટ્રી સહિતના ડિપાર્ટમેન્ટમાં ભ્રમણ કર્યું હતું. દરેક શૈક્ષણિક સંસ્થાઓ 75 સ્વદેશી વૃક્ષોનું વાવેતર કરે તે અર્થે પ્રોત્સાહિત કરાયા હતા. યાત્રાના અંતમાં પાંચ કોલેજના પ્રોગ્રામ ઓફિસરને NSS ના કોર્ડિનેટર દ્વારા ઔષધિ બિજનું વિતરણ કરાયું હતું.આ બિજનું વાવેતર કોલેજના પ્રાંગણમાં કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાં ગવર્મેન્ટ લેબર કોન્ટ્રાક્ટરે ઝેરી દવા ગટગટાવતા સન સનાટી મચી…

ખાનપુરા-રાજકુવા ગામે પેવર બ્લોકના કામગીરીના પેમેન્ટ બાબતે તલાટી દ્વારા...

રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર સર્જાયો ગોજારો અકસ્માત..

જીપનું ટાયર ફાટતા રોડ સાઇડે ઉભેલી ટ્રક સાથે જીપ...

સમી 108 એમ્બ્યુલન્સ ના EMT અને PILOT દ્રારા પ્રસવ પીડા ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમાં જ નોમૅલ ડિલિવરી કરાવી

સમી 108 એમ્બ્યુલન્સ ના EMT અને PILOT દ્રારા પ્રસવ પીડા ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમાં જ નોમૅલ ડિલિવરી કરાવી ~ #369News