fbpx

પાટણ તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાં ગવર્મેન્ટ લેબર કોન્ટ્રાક્ટરે ઝેરી દવા ગટગટાવતા સન સનાટી મચી…

Date:

પાટણ તા. ૨૧
પાટણ તાલુકાના ખાનપુરા રાજકુવા ના નગીનભાઈ ગણેશભાઈ નામના કોન્ટ્રાક્ટર દ્વારા પાટણ તાલુકા પંચાયત હસ્તક પોતાના ગામમાં કરેલ પેવર બ્લોકની કામગીરીના પેમેન્ટ મેળવવા છેલ્લા કેટલાક સમયથી તલાટી દ્વારા તેઓને હેરાન પરેશાન કરાતા હોય જેને લઈને મંગળવારના રોજ તેઓએ પાટણ તાલુકા પંચાયત કચેરીમાં ઝેરી દવા ગટગટાવી આત્મ હત્યા નો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી હતી. જોકે આ બાબતની જાણ પાટણ તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી કેતનભાઇ પ્રજાપતિને થતા તાત્કાલિક તેઓએ 108 ને બોલાવી નગીન ભાઈ ને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.જ્યાં હાલ તેઓની હાલત સ્થિર હોવાનું ધારપુર હોસ્પિટલ ના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ તાલુકાના ખાનપુર રાજકુવા ખાતે રહેતા અને ગવર્મેન્ટ ના લેબર કોન્ટ્રાક્ટ નું કામ કરતા નગીનભાઈ ગણેશભાઈએ પોતાના ગામમાં પેવર બ્લોકની કામગીરી નો કોન્ટ્રાક્ટ રાખી આ કામગીરી પૂર્ણ કરી હતી અને કામગીરી પૂર્ણ થયા બાદ પેમેન્ટ માટે તેઓને કોઈ કારણસર તલાટી દ્વારા હેરાન પરેશાન કરાતા હોય આજથી દોઢ મહિના પહેલા તેઓએ તલાટી વિરુદ્ધ એટ્રોસિટી ની ફરિયાદ પણ નોંધાવી હતી

ત્યારે મંગળવારના રોજ પોતાના પેમેન્ટ ને લઇ પરેશાન બનેલ નગીનભાઈ એ પાટણ તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાં ઝેરી દવા ગટગટાવી તાલુકા વિકાસ અધિકારી ની ઓફિસમાં પહોંચ્યા હતા અને તે દરમ્યાન તેઓને ઉલ્ટી થતાં તાલુકા વિકાસ અધિકારી કેતનભાઇ પ્રજાપતિ સમય પારખી તાત્કાલિક 108 ને ફોન કરી નગીનભાઈ ને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં હાલમાં તેઓની આઈસીયુ માં સારવાર ચાલી રહી હોય તેઓની સ્થિતિ સ્થિર હોવાનું ધારપુર હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. ગવર્મેન્ટ લેબર કોન્ટ્રાક્ટર નગીનભાઈ ગણેશભાઈ એ તાલુકા પંચાયત કચેરીમાં પોતાના બાકી પેમેન્ટને કારણે ઝેરી દવા ગટગટાવી હોવાની ઘટનાના પગલે સનસનાટી મચી જવા પામી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ૐ જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટને દાતાઓ તરફથી રોટી મેકર મશીન અપૅણ કરાયું..

દાતાઓના દાનની સરાહના માટે ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન સમારોહ...