પાટણ તા.3
ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરાયેલી 108 ની ઇમરજન્સી સેવા જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બની રહી છે ત્યારે પાટણ જિલ્લાના સમીની 108 ટીમ દ્વારા પ્રસવ પીડા ભોગવી રહેલી મહિલાની એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન બક્ષતા પરિવારજનોએ 108 ની ટીમ નો આભાર વ્યકત કર્યો હતો.આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના રસુલપુરા ગામે રહેતા બેબીબેન દિલીપ ભાઈ ઠાકોર ઉ. વ. 26 નામની મહિલાને બીજી સુવાવડ નો દુખાવો ઉપડતા તેમના પરિવાર દ્રારા સમી 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કરતા સમી 108 ના EMT વિરેન્દ્ર ડોડીયા અને PILOT અમરસંગ ઠાકોરે તાબડતોડ ધટના સ્થળે દોડી આવીને મહિલાને 108 દ્રારા હોસ્પિટલ લઇ જતા રસ્તા માં જ અસહ્ય પ્રસવ વેદના થતાં 108 ના પાયલોટ અને ઈએમટી દ્રારા મહિલાની સફળતા પૂર્વક ડિલિવરી એમ્બ્યુ લન્સ માજ કરાવી માતા અને બાળકને નવજીવન બક્ષી વધુ સારવાર માટેસીએચસી હારીજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે માતા અને બાળક તંદુરસ્ત હોવાનું જણાવતાં 108 ની આ ઉમદા કામગીરી બદલ પરિવારજનોએ 108 સમી લોકેશન ના EMT અને PILOT નો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો.
સમી 108 એમ્બ્યુલન્સ ના EMT અને PILOT દ્રારા પ્રસવ પીડા ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમાં જ નોમૅલ ડિલિવરી કરાવી
Date: