પીઆઇ પી.ડી.સોલંકી તથા સ્ટાફ ભ્રષ્ટાચાર અને હેરાનગતિ કરતાં હોવાના આક્ષેપ લગાવ્યા.
પાટણ તા. 7 પાટણના સરસ્વતી તાલુકાના રહીશોએ સરસ્વતી પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફના ભ્રષ્ટાચાર સાથે લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરાતા હોવાના આક્ષેપો સાથે શનિવારે પાટણના ધારાસભ્ય ને રજુઆત કરી મુખ્યમંત્રી ને ઉદેશી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. સરસ્વતી ના ગ્રામજનોએ આવેદનપત્ર મા જણાવ્યું હતું કે પાટણ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ પી.ડી.સોલંકી અને સ્ટાફ દ્વારા સરસ્વતી તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના તથા બક્ષીપંચ સમાજના લોકોને ભારે હેરાનગતિ કરવામાં આવે છે. મોટા વાહનો સામે કોઇ કેસ કરવામાં આવતો નથી તેમની પાસેથી માસિક હપ્તા લેવામાં આવે છે અને સ્કૂલે જતા કોલેજ જતા, ખેતરમાં જતા કે પોતાનો માલ વેચવા જતા ખેડૂતો અને દવાખાને જતા દર્દીઓના વાહનો ને ડિટેન કરવાની ધમકી આપી પૈસા પડાવી દંડ ની પાવતી પણ નથી આપતાં જેના કારણે આ વિસ્તાર ના ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો વિદ્યાર્થીઓ અને દર્દીઓને હેરાનગતિ થાય છે.
વધુમાં પીઆઇ તથા તેના વહીવટદારોની રહેમ નજર નીચે સરસ્વતી તાલુકામાં ખુલ્લેઆમ દેશી દારૂનું તથા અંગ્રેજી દારૂનું વેચાણ કરવામાં આવે છે. થોડા સમય પહેલા સરસ્વતી તાલુકાના પોલીસની પોલીસ લખેલી એક ગાડી માંથી દારૂ ની બોટલો પણ મળી આવી હતી જેની પણ કોઈ તપાસ કરવામાં આવી નથી.તો રેતી નું વહન કરતા ટર્બોના ચાલકોને પણ પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ 50 હજારથી એક લાખ રૂપિયા સુધીનો તોડ કરી છોડી મૂકવામાં આવે છે તેમના વિરોધમાં કોઈ કાયૅવાહી કરવામાં આવતી નથી જો કોઈ તેમના વિરુદ્ધમાં રજૂઆત કરે તો તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે. તો આ મામલે પીઆઈ તો ખુલ્લેઆમ કહે છે કે અમે દર મહિને દસ લાખનો હપ્તો ઉપર સુધી પહોચાડીએ છીએ અને 20 લાખ રૂપિયા ઉપર આપી અહી નોકરી આવ્યા છીએ ગમે તેવી રજુઆતો કરો કે ગમે તેવા આવેદનો આપો તો પણ અમારું કોઈ કઈ નહી બગાડી દેવાનું તેવા આક્ષેપ સાથે ગ્રામજનો દ્રારા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ ને રૂબરૂ મળી રજુઆત કરી લેખિતમાં મુખ્યમંત્રી ને ઉદેશી જીલ્લાના કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી