ચોમાસા દરમિયાન શહેરના કોઈપણ વિસ્તારમાં ખોદકામની કામગીરી ચાલતી હોય તો પાલિકાનું ધ્યાન દોરવા અપીલ…
પાટણ તા. ૪
પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને હાલાકી ન પડે તે માટે શહેરના જાહેર માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કરવામાં આવી રહ્યું છે.અને ચોમાસા દરમિયાન સરકારની ગાઈડ લાઈન મુજબ કોઈપણ જગ્યાએ 15 મી જુન પછી ખોદકામ ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
પાટણ શહેરમા વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં પણ ચોમાસા દરમિયાન પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં ખાડાઓ ન ખોદવા પર પાલિકા તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. જેથી ચોમાસા દરમિયાન ખાડાઓમાં પડવાથી મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે નગરપાલિકા જાગૃત બની છે. ગુરૂવારે પાટણ શહેરના વોર્ડ નંબર ચાર માં આવેલા વાળીનાથ ચોકથી ઊંઝા ત્રણ રસ્તા તરફ જવાના મુખ્ય માર્ગ પર જીઈબી દ્વારા નગર પાલિકા તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે.
હોવાનું સ્થાનિક અને જાગૃત કોર્પોરેટર શૈલેષભાઈ પટેલને થતા તેઓએ મંજૂરી નું લેટર માંગતા તેઓ પાસે કોઈપણ પ્રકારની મંજૂરી વિના જ ગેર કાયદેસર રીતે ખોદકામ કરાતું હોવાનું ધ્યાને આવતા તેઓએ બાંધકામ સમિતિના એન્જિનિયર મૌલિન ભાઈ પટેલને ઘટના સ્થળે બોલાવી બિન અધિકૃત રીતે ખોદકામ કરતાં મશીનને કબ્જે લઈ નગર પાલિકા ખાતે લઈ જવા સૂચના આપી હતી. વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટર શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે જીઇબી દ્વારા વાળીનાથ ચોકના જાહેર માર્ગ પર મશીન દ્વારા ખાડાઓ ખોદી પાઇપ નાખવાનું કામ બંસી સોસાયટીના નાકા પાસે કરવામાં આવી રહ્યું હતું.
ત્યારે બંસી સોસાયટીના નાકા પાસે જીઈબી દ્વારા મોટો ખાડો ખોદતા સદનસીબે પાણીની પાઇપ
લાઇન તૂટતા બચી જવા પામી હતી. આ બાબતે તેઓને જાણ થતાં તેઓએ ધટના સ્થળે આવી તપાસ કરતાં નગરપાલિકાની કોઈપણ જાતની પરવાનગી વગર બિન કાયદેસર રીતે ખોદકામ કરતા હોવાનું ધ્યાનમાં આવતા પાલિકા ને જાણ કરી મશીન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તેઓએ જણાવી પાટણ શહેરમાં કોઈપણ જગ્યાએ ખાનગી કંપનીઓ દ્વારા ખાડાઓ ખોદાઈ રહ્યા હોય તેને બંધ કરાવવા અનુરોધ કરી નગરપાલિકા સ્થાનિક કાઉન્સિલર અથવા મીડિયા ને જાણ કરી ચોમાસા દરમિયાન ખોદાતા ખાડાઓને અટકાવવા શહેરીજનોને જાગૃત બનવા અપીલ કરી ચોમાસા દરમિયાન મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે શહેરીજનોને સાથ સહકાર આપવા તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી