fbpx

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બીપરજોય વાવાઝોડા ની અસર વતૉઈ..

Date:

ભારે પવન સાથે વરસતા વરસાદ ના પગલે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સજૉઈ.

ટેલિફોન એક્સચેન્જ થી લીલીવાડી તરફના માગૅ પર નિચાણવાળા મકાનોમાં વરસાદી પાણી ભરાઈ તેવી ભીતી..

પાટણ તા. 17

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 48 કલાકથી બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. છેલ્લા બે દિવસથી શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે અવિરત પણે વરસાદ વરસી રહયો છે. જેના કારણે અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા છે તો જિલ્લા પ્રસાસન દ્રારા અસરગ્રસ્ત બનેલા પરિવારજનોને શહેર સહિત જિલ્લા મા સુરક્ષિત જગ્યાએ ખસેડી તેઓ માટે રહેવા જમવા સહિત ની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામા આવી છે.

બિપરજોય વાવાઝોડાને પગલે છેલ્લા બે દિવસ થી પવનના સુસવાટા વચ્ચે પડી રહેલા વરસાદ ના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાંવરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓ ઉદભવવા પામી છે ત્યારે શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ થી લીલીવાડી સુધી ના માગૅ પર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સજૉવા પામી છે તો આ વિસ્તારમાં નિચાણવાળા મકાનો મા પાણી ધુસવાની શકયતાઓ પણ પ્રબળ બની છે.

પાલિકા દ્વારા વરસાદ ના પાણીના નિકાલ માટે બનાવેલા સ્ટ્રોંમ વોટરોની કુંડીઓ પણ વરસાદી પાણીમાં તણાઈ ને આવતાં કચરાના કારણે શોભાનાં ગાઢીયા સમાન બની હોવાનું વિસ્તારના રહિશો જણાવી રહયા છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર તાલુકા પંચાયત કોગ્રેસ પાસેથી ભાજપે કબજે કરી કેસરીઓ રચ્યો…

સિદ્ધપુર તાલુકા પંચાયત માં ભાજપ પ્રમુખ તરીકે ગીરીબેન ઠાકોર...