fbpx

પાલિકા પ્રમુખ સહિત ભાજપ આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું રાણકી વાવની પ્રતિકૃતિ અર્પણ કરી સ્વાગત કરાયું…

Date:

પાટણ તા. 7 પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે શનિવારના રોજ રાજ્ય સભાના સાંસદ અને માલધારી સમાજના ભામાશા બાબુભાઈ દેસાઈના આયોજિત કરાયેલા સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ હિરલબેન અજય કુમાર પરમાર દ્વારા વિશ્વ વિરાસત રાણકીવાવ ની પ્રતિકૃતિ ભેટ ધરી મુખ્યમંત્રીનું ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પાલિકા પ્રમુખ હિરલબેન અજયકુમાર પરમાર ના સ્વાગત બદલ મુખ્યમંત્રીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related