પોલીસે કુલ મુદ્દામાલ કિં.રૂ.3,37,740 નો હસ્તગત કરી તપાસ ના ચક્રો ગતિમાન કયૉ…
પાટણ તા. 8 પાટણ શહેરના માખણીયા પરા વિસ્તારમાંથી પાટણ એસઓજી પોલીસ ટીમે છ ઈસમો ને હાથ બનાવટની બંદુક, છરા અને તિક્ષ્ણ હથીયારો સહિત કુલ રૂ.3,37,740 ના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા I/C પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી નાઓએ ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ ઈન્ચાર્જ SOG પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ ટીમે એકશન પ્લાન બનાવી પાટણ થી કતપુર જતા રોડ ઉપર પેટ્રોલીગ કરી રહ્યા હતા ત્યારે ટીમ ને બાતમી મળેલ કે શહેરના માખણીયાપરાની સીમમાં આવેલ બાવળની ઝાડીમા અમુક માણસો પરમીટ વગરની ગે.કા.દેશી હાથ બનાવટની બંદુક તથા તીક્ષ્ણ હથિયારો રાખી ગે.કા રીતે નીલગાય શિકાર કરી ધાતકીપણું દાખવી નીલગાય ને મારી નાખી અને ચપ્પાઓ વડે મૃત નીલ ગાય ને કાપી તેનુ માંસ વેચાણ કરે છે. જે બાતમી ના આધારે ટીમે હકીકત વાળી જગ્યાએ રેડ કરતા છ ઇસમો પાસેથી ગે.કા.દેશી હાથ બનાવટની બંદૂક તથા તીક્ષ્ણ હથીયારો મળી આવાતા છ ઇસમોને પકડી એ.ડીવી.પો સ્ટે સુપ્રત કરી આર્મ્સ એકટ નો ગુનો રજી.કરાવી સ્થળ પરથી જપ્ત કારાયેલ મુદ્દામાલ દેશી હાથ બનાવટની બંદુક નંગ 1 કિ.રૂ-2500,ગંધક પાઉડર આશરે 100 ગ્રામ કિ.રૂ. 100,છરા નંગ 8 કિ.રૂ.80 ,મોબાઈલ નંગ 7 કિં.રૂ.65000,છરી નંગ 2 કિ.રૂ.20 તથા લોખંડના સળીયા નંગ 2 કિં.રૂ.10,સેન્ટરો ગાડી નંગ 1 કિ.રૂ.50000 તથા 4 મોટર સાયકલ કિ.રૂ.2,00000,નીલગાયનુ 200 કીલો માંસ કિ.રૂ 20,000 જે સ્થળ ઉપર નાશ કરેલ છે તે મળી કુલ કિં રૂ. 3,37,740 નો મુદ્દામાલ અને પકડાયેલ આરોપીઓ સુમારભાઈ જુસુબભાઈ પીનલભાઈ સિન્ધી રહે.ભાલક તા.વિસનગર જી મહેસાણા,મોહંમદશાદ શાહીદ અલીબક્ષ કુરેશી રહે અમદાવાદ મીર્ઝાપુર નવાવાસ મરહબા ફલેટ પહેલો માળ તા.જી અમદાવાદ મુળ રહે સીરસા ગીનોરી તા જી સંબલ ઉત્તરપ્રદેશ,ઉબેદ અતીક ઈસ્માઈલ કુરેશી રહે. મીર્ઝાપુર નવાવાસ મરહબા ફલેટ પહેલો માળ તા જી અમદાવાદ, મુળ રહે સીરસા ગીનોરી તા.જી સંબલ ઉત્તરપ્રદેશ,નૌમાન ઈસ્લામ અલીબક્ષ કુરેશી રહે મીર્ઝાપુર નવાવાસ મરહબા ફલેટ પહેલોમાળ તા.જી.અમદાવાદ મુળ રહે સીરસા ગીનોરી તા જી સંબલ ઉત્તરપ્રદેશ,જમાલ ઈબ્રાહીમ અલીભાઈ સિન્ધી રહે દેલવાડા તા.ખેરાલુ જી મહેસાણા તા.વિસનગર અને સાજન જુમૈખાન હસન પઠાણ રહે ભાલ જી.પાટણવાળોને પોલીસને સોંપી ગુનામાં સંડોવાયેલા શેરૂ ઈબ્રાહીમ સિંધી રહે દેલવાડા તા ખેરાલુ જી.મહેસાણા અને પીરૂ ઉર્ફે સલીમ સીદીક સિંધી રહે ગણવાડા તા.સિધ્ધપુર વાળા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી