શહેરની શેઠ એમ.એન.હાઈસ્કૂલ ખાતેથી સંત શ્રી પીપાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામી શહેરના રાજમાર્ગો પર ફરી..
યજમાન પરિવારના નિવાસ્થાને યાત્રાનું સમાપન થયા બાદ સમૂહ પ્રસાદ લઈ સૌ ધન્ય બન્યા. .
પાટણ તા. 7
શ્રી પાટણ સમાલ ગોળ દરજી સમાજ દ્વારા ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ ના પવિત્ર દિવસે સંત શ્રી પીપાજી મહારાજ ની 700 મી જન્મ જયંતી પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
સંત શ્રી પીપાજી મહારાજની જન્મ જયંતી પ્રસંગે શહેર ના કનસડા દરવાજા નજીક આવેલ શેઠ એમ એન હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય શોભાયાત્રા ભક્તિ સંગીત ના શું મધુર સુરો વચ્ચે પ્રસ્થાન પામી હતી. જે શોભાયાત્રા રતનપોળ, ત્રણ દરવાજા, દોસીવટ બજાર, હિંગળાચાચર, બગવાડા દરવાજા થઈ શહેરના ટેલીફોન એક્સ ચેન્જ નજીક આવેલા પદ્મપાર્ક સોસાયટી માં યજમાન પરિવારના ત્યાં સંપન્ન બની હતી.
સંત શ્રી પીપાજી મહારાજની શોભાયાત્રા નું પાટણના રાજમાર્ગો પર ભક્તજનો દ્વારા પૂજા આરતી સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. યજમાન પરિવાર ને ત્યાં સંત શ્રી પીપાજી મહારાજ ની શોભાયાત્રા સંપન્ન બન્યા બાદ સમસ્ત પાટણ સમાલ ગોળ દરજી સમાજ પરિવાર ના સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું
જેનો પરિવારના સૌ સભ્યોએ સમૂહમાં લાભ લઈ સંત શ્રી પીપાજી મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.શ્રી પાટણ સમાલ ગોળ દરજી સમાજ દ્વારા આ ધાર્મિક પ્રસંગ ને યાદગાર બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.