fbpx

પાટણની જૂની સબ જેલ દિવાલ પાસેનું બિન કાયદેસર નું પાકું દબાણ પાલિકા દ્વારા જેસીબી થી દુર કરાયું…

Date:

પાટણ તા. ૩
પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવા અવાર નવાર નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ની સામે જૂની સબજેલની દીવાલ પાસે ભંગારનો વ્યવસાય કરતા ઈસમ દ્વારા સરકારી જગ્યા ઉપર કોઈપણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસરનું પાકું બાંધકામ શરૂ કરતા અને આ બાબતની જાણ જાગૃત નાગરિક દ્વારા પાટણ નગર પાલિકા ના સત્તાધીશો સહિત ચિફ ઓફિસ ને કરાતા ગેરકાયદેસર દબાણ કરનાર ઈસમને પાલિકા તંત્ર દ્વારા શરૂઆતમાં મૌખિકમાં પોતાની જાતે દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.

પરંતુ દબાણ કરનાર ઇસમ દ્વારા પોતાનું દબાણ સ્વેચ્છાએ દૂર નહીં કરતા શુક્રવારના રોજ પાટણ નગર પાલિકા ના ચિફઓફિસર નિતિનભાઇ બોડાત દ્રારા પાલિકા ટીમને જેસીબી મશીન સાથે દબાણ સ્થળે મોકલી બિન કાયદેસરનું પાકુ દબાણ દૂર કરી સરકારી જગ્યા ખુલ્લી કરાવી હતી. પાટણ શહેરમાં બિન અધિકૃત રીતે થતા દબાણો દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા કરાતી કામગીરી ને લોકોએ પણ સરાહનીય  લેખાવી  હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ના ફેલોશિપ મા પસંદગી પામેલા 54 વિધાર્થીઓને રૂ. 2.16 કરોડ સ્ટાઈપેન્ડ સહાય પ્રાપ્ત થશે..

પાટણ તા.12રાજ્ય સરકારની PHD ના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ અને આર્થિક...

પાટણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. મનોજભાઈ ઝવેરી ના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ.

રાજકીય, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સહિતનાઓએ શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ. પાટણ...