સાંતલપુર-રાધનપુર ની કેબીસી કેનાલના કાગરા ખયૉ : અધિકારીઓ દ્વારા મરામત કામગીરીના પોકળ દાવા..
પાટણ તા. 9
પાટણ પંથકમાં નર્મદા વિભાગની ગંભીર બેદરકારીને કારણે નમૅદા કેનાલના કાંગરા ખરી રહ્યા છે.આવી જજૅરિત બનેલી કેનાલો કોઈ હોનારત સર્જે જે તે પૂર્વે નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે પાટણ પંથક ની કેનાલોના મજબૂતી કરણ માટેની નકકર કામગીરી હાથ ધરે તેવી માંગ વિસ્તારના લોકોમાં પ્રબળ બનવા પામે છે.
પાટણ પંથકના સાતલપુર થી રાધનપુર તરફની કેબીસી મુખ્ય કેનાલ ની હલકી ગુણવત્તાની કરાયેલી કામગીરીને લઈ હાલમાં આ વિસ્તારની કેનાલ માં ઠેર ઠેર ગાબડા પડવાની સાથે કેનાલમાં ભંગાણ સર્જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.
તો નર્મદાની આ મુખ્ય કેનાલ બિસ્માર બનતા સાંતલપુર થી રાધનપુર સુઘીની KBC નર્મદાની મુખ્ય કેનાલમાં જ્યાં જુઓ ત્યાં સીસી કામ ધસી પડેલું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક કેનાલનો સર્વિસ રોડ પણ તૂટેલો જોવા મળે છે.
તો આ બાબતે નમૅદા વિભાગના અધિકારીઓ દ્રારા કેનાલ સમારકામ ની કામગીરી ના દાવાઓ પોકળ સાબિત થયા છે. પાટણ પંથક માથી પસાર થતી નમૅદા ની કેનાલો કોઈ મોટી હોનારત સર્જે તે પૂર્વે નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કેનાલોની મરામત માટેની નક્કર કામગીરી હાથ ધરે તેવી માંગ પંથકના લોકોમાં પ્રબળ બનવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી