google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા પંચાયત દ્વારા પાલિકામાં સામેલ ત્રણ ગામોમાં ઘનકચરાની કામગીરીનો રિપોર્ટ માગ્યો.

Date:

પાટણ તા. 2
પાટણ જિલ્લા પંચાયત પાસે ગાંધીનગર વિકાસ કમિશ્નરે પાટણ જિલ્લાની ‘અ’ વર્ગની નગર પાલિકાઓ પાસે તેની પાંચ કિ.મી. ની ત્રિજ્યામાં સમાવેલી ગ્રામ પંચાયતોની વિગતો તથા આ ગામોનાં ઘનકચરાનાં નિકાલની વ્યવસ્થાઓનો રિપોર્ટ માંગ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.પાટણ જિલ્લામાં ‘અ’ વર્ગની એક માત્ર નગર પાલિકા ‘પાટણ નગરપાલિકા’ છે. જેથી આ બાબત પાટણ પાલિકાને લાગુ પડતી હોવાથી પાલિકા એ જિલ્લા પંચાયતને તેની વિગતો પૂરી પાડી છે.અ વર્ગની નગરપાલિકાની પાંચ કિ.મી.ની ત્રિજ્યામાં સામેલ ગામોની વિગતો આધારે ઘનકચરા અંગેની યોજના હાલ સરકારમાં વિચારણા હેઠળ હોવાથી માહિતી માંગવામાં આવી છે. ગાંધીનગરનાં વિકાસ કમિશ્નરે જિલ્લાની ‘અ’ વર્ગમાં સામેલ ગામની જાણકારી માંગતા આ અંગે પાટણ નગર પાલિકા પાસે જિલ્લા પંચાયતે વિગતો માંગી હતી કે, જિલ્લાની ‘એ’ વગૅ માં પાટણ નગરપાલિકાની પાંચ કિ.મી. કેટલી? નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ કોના મારફતે થાય છે. માતરવાડી, હાંસાપુર અને રામનગર ઘનકચરા ડમ્પીંગ સાઇટ ના ગામોમાં આવેલા છે ત્યારે કચરો ડમ્પિંગ સાઇટ ઉપર યોગ્ય રીતે નિકાલ થયેલ છે કેમ વિગેરે નો રિપોર્ટ પાટણ જિલ્લા પંચાયત આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ધારપુર થી પાટણ માર્ગ પર ઢગલા મોઢે બાયોમેડિકલ વેસ્ટ નો જથ્થો રસ્તે રઝળતો જોવા મળ્યો..

બાયો મેડિકલ વેસ્ટ ના જથ્થા મામલે પાલિકા પ્રમુખે એસઆઈ...

વડલી થી કણજી ચોક્ડી સુધી ના રોડ પર પડેલા ખાડા અકસ્માત નોતરે તેવી ભીતી..

બિસ્માર રોડની બન્ને બાજુ સાઈડો વધારવા રજુઆત કરાઈ..પાટણ તા....