પાટણ તા. 9
ઐતિહાસિક નગરી પાટણની નામના દરેક ક્ષેત્રમાં અવ્વલ રહી છે. ત્યારે રમત ગમત ક્ષેત્રમાં પણ પાટણ ના ખેલાડીઓ નામના અપાવી રહ્યા છે. ત્યારે પાટણની શેઠ એમ.એન.હાઈસ્કૂલના પૂવૅ આચાર્ય નરેશભાઈ પટેલ ના પુત્ર ક્રિશ પટેલ ની પસંદગી BCCI સંચાલિત ઓલ ઇન્ડિયા વિનુ માંકડ અંડર 19 વન ડે ટુર્નામેન્ટ માં બરોડા ક્રિકેટ એસોસિએશન ની ટીમ માં પસંદગી કરવામાં આવી છે. જે પાટણ માટે ગર્વ ની બાબત લેખાવી શકાય. ક્રિશ પટેલ ક્રિકેટ ક્ષેત્રમાં ખુબ પ્રગતિ કરી પાટણ નું ગૌરવ વધારે તેવી શહેરીજનો દ્રારા શુભેચ્છાઓ વ્યકત કરવામાં આવી છે.
વેલ ડન ક્રિશ પટેલ વેલ ડન..
અહેવાલ યશપાલ સ્વામી