પાટણ તા.10
પાટણ શહેરની જટીલ બનેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા પાટણ નગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા શહેરના મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઊભા રહેતા વાહન ચાલકો તેમજ શાકભાજીની લારીઓ વાળાને અવાર નવાર દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન દુર કરી શહેરના માગૅ ખુલ્લા કરવામાં આવતાં હોય છે.છતાં કેટલાક વાહન ચાલકો અને શાકભાજી ની લારીઓ વાળાઓ પુનઃ માગૅ પર આવી ટ્રાફિકની સમસ્યાઓ સર્જતા હોય છે.
મંગળવાર ના રોજ પાટણ નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા પોલીસ ને સાથે રાખીને શહેરના બગવાડા દરવાજા થી રેલવે સ્ટેશન માગૅ પર આડેધડ પાકૅ કરેલ વાહનો સહિત માગૅ પરની શાકભાજીની લારીઓ દુર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા. તો રેલવે સ્ટેશન માગૅ પર ઉભા રહેતા શાકભાજીની લારી વાળાઓને પણ ફૂટપાથ ના ત્રીજા સ્ટેપ ઉપર ઊભા રહીને ધંધો રોજગાર કરવા કડક સુચના આપવામાં આવી હતી.
પાટણ નગર પાલિકા અને પોલીસ દ્રારા મંગળવારે હાથ ધરવામાં આવેલ દબાણ હટાવો ની કામગીરી દરમ્યાન પાલિકાના રેલવે વોડૅ ઈન્સપેકટર આકાશ અમીન, એએસઆઈ રાજેશ પરમાર, ધરતી ચૌધરી સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી