fbpx

આગામી લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસ ભાજપે ગત ચૂંટણી દરમિયાન આપેલા વચનો પ્રજાનેયાદ કરાવશે..

Date:

કોગ્રેસ દ્રારા પાટણ લોકસભા કાર્યકતૉ સંવાદ કાર્યક્રમ યોજાયો..

ઉતર ઝોન પ્રભારી સહિત કોગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાનોએ આગામી લોકસભાની ચૂંટણી લક્ષી માગૅદશૅન પુરૂ પાડયું..

પાટણ તા.10
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી લોકસભા ચૂંટણી – 2024 ની તૈયારી ના ભાગરૂપે મંગળવારે 03- પાટણ લોકસભા “કાર્યકર્તા સંવાદ” અંતગૅત અગત્ય ની’બેઠક યુનિવર્સિટી ના રંગભવન હોલ ખાતે ઉત્તર ઝોન પ્રભારી રામકિશન ઓઝાજી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પાટણ ના પૂર્વ સાંસદ CWC ના સભ્ય જગદીશભાઈ ઠાકોર,પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, લોકસભા સંગઠન પ્રભારી અલ્કાબેન ક્ષત્રિય,મુકેશભાઇ ચૌધરી, ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, રઘુભાઈ દેસાઈ,ચંદનજી ઠાકોર સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં યોજાઈ હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી ગુજરાતની તમામે તમામ લોકસભા સીટ ઉપર પ્રદેશ સિનિયર અગ્રણીઓ,એઆઈસીસી અને તમામ જિલ્લા કોંગ્રેસના પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો, તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો અને પ્રભારીઓની મિટિંગના ભાગરૂપે પાટણ યુનિવર્સિટી રંગ ભવન હોલ ખાતે આયોજિત આ કાયૅકતૉ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ કાયૅકતૉ ઓને સાભળી કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા નવા લોકો ને પાર્ટીમાં સમાવેશ કરવા સાથે મંડળ પ્રમુખોની રચના કરી એક નવું સંગઠન તૈયાર કરવા આહવાન કર્યું હતું.

આ સંવાદ કાર્યક્રમના માધ્યમોથી લઈને તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કરીને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના સમયમા લોકોને આપેલા વચનો અને ખેડૂતોના જે પ્રશ્નો છે તે તમામ બાબતો ને લોકો સુધી પહોંચાડવા કોગ્રેસ આગેવાનો એ અપીલ કરી હતી.

પાટણ યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોગ્રેસ સમિતિ ના આગેવાનો, વિધાર્થી સંગઠન એન એસ યુ આઈ ના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં કોગ્રેસના આગેવાનો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં રૂ.૧૬૬ લાખના વિકાસ કામોનું કેબીનેટ મંત્રી એ ખાતમુર્હુત કર્યું..

વિકાસના કાર્યોના ખાત મુર્હુતથી આવનાર દિવસોમાં સિદ્ધપુરની કાયાપલટ થશે...

પાટણની હોસ્પિટલમાં મોત સામે જંગ લડતા બાળકને 52 દિવસે નવજીવન મળ્યું

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુાકના કારેલા ગામના બે વર્ષીય બાળકને...