google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે કમલીવાડાના જગતસિંહ રાજપૂતની વરણી કરાઈ..

Date:

પાટણ તાલુકાના વિકાસ કામોને સૌ સદસ્યને સાથે રાખી સમય મર્યાદામાં પૂર્ણ કરાશે : કારોબારી ચેરમેન.

પાટણ તા. 12
પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને વરણી કરાયા બાદ ગુરૂવારે તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી સમિતિના અધ્યક્ષની વરણી તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને કરવા માટેની બેઠક યોજાઈ હતી.

પાટણ તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ પટેલ અને મંત્રી જલુજી ઠાકોરે કાર્યકારી અધ્યક્ષ નું મેન્ડેડ તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યા બાદ કારોબારી સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને કાયમી અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી.

જેમાં સૌ પ્રથમ કાર્યકારી અધ્યક્ષ તરીકે રમેશજી ઠાકોર ની દરખાસ્ત કરવામાં આવતા તેઓની કારોબારી સમિતિના કાર્યકારી અધ્યક્ષ પદે વરણી કરવામાં આવી હતી.

ત્યારબાદ રમેશજી ઠાકોરના અધ્યક્ષ પદે કાયમી કારોબારી અધ્યક્ષ તરીકે કમલીવાડા ના જગતસિંહ બાબુજી રાજપુત માટે દરખાસ્ત અને ટેકો રજૂ કરાતા હાજર તમામ સદસ્યો દ્વારા સર્વાનુમતે તેઓની વરણી કરવામાં આવી હતી.

ત્યારે કમલીવાડાના જગતસિંહ રાજપૂતની કારોબારી અધ્યક્ષ તરીકે વરણી કરાતા તાલુકા ભાજપના પ્રમુખ મંત્રી સહિત કારોબારી સમિતિના તમામ સદસ્યોએ કારોબારી અધ્યક્ષનું મોઢું મીઠું કરાવી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પાટણના આગામી અઢી વર્ષ માટે ના નવીન કારોબારી અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા જગતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આગામી અઢી વર્ષ સુધી તાલુકા પંચાયતના તમામ સદસ્યોના સાથ અને સહકારથી અને તમામ ના સંકલનથી તાલુકાના તમામ વિકાસના કામો ઝડપથી અને સમય ની મર્યાદા માં થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા બાહેધરી આપી હતી.

તો તાલુકા વિકાસ અધિકારીએ પાટણ તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિની યોજાયેલી બેઠક અંગે સૌ પ્રથમ કાર્યકારી અધ્યક્ષ અને ત્યારબાદ કારોબારી સમિતિના કાયમી અધ્યક્ષની વરણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ઝામર સપ્તાહની ઉજવણી અંતગતૅ ઝામર મુક્ત વિશ્વ બનાવવા ધારપુર ખાતે સ્પધૉ યોજાઈ..

પાટણ તા.૧૫વિશ્વ ઝામર અઢવાડીયા નિમિતે જી.એમ. ઇ. આર. એસ...