google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની પ્રભુતા ને ગૌરવવંતી બનાવવા સૌએ સાથે રહી વિકાસ ની ક્ષિતિજો તરફ આગળ વધવાનું છે:કે.સી.પટેલ..

Date:

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કે સી પટેલના જન્મદિવસની ઉજવણી કરાઈ..

પાટણ તા. 24
પાટણ શહેર અને પંથકના વિકાસ સાથે સાથી કાર્યકરો અને સંસ્થાઓના વિકાસ માટે જેમણે સતત ચિંતા કરતાં રહી પક્ષના લાંબા ગાળાના હિતમાં ક્યારેક કડવા થઇને પણ નિર્ણય લેનારા અને પદ માટે ક્યારેય લાલચ નહીં રાખતાં કાર્યકરોને જ આગળ લઇ જનારા સંગઠનના માહીર એવા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલનો નૌમ ના પવિત્ર દિવસે જન્મદિવસની પાટણ નીવિવિધ ત્રીસ જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓ, સંગઠનની વિવિધ પાંખો દ્વારા એપીએમસી હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં તેમના દિર્ઘાયુ, સ્વાસ્થ્ય અને વિવિધ સ્તરે વધુને વધુ ઉમદા સેવાઓ આપતા તેઓ સંસદ સભ્ય કે રાજયના મુખ્યમંત્રી પદને પામે તેવી શુભેચ્છાઓ અગ્રણી ઓએ અને શુભેચ્છકોએ પાઠવી હતી.

પાટણ એપીએમસીના નવનિયુક્ત ચેરમેન સ્નેહલભાઇ પટેલે તેમની આગવી છટામાં કે.સી.પટેલના કાર્યકરોને કેળવવાના અને હું નહીં તું ની ભાવના સાથે આગળ લઇ જવાની ઉમદા ભાવને સરાહતાં તેમની સંગઠન શક્તિને બેસુમાર વખાણી હતી.પાટણના કેળવણીકાર ડૉ.પંચોલી એ તેમના ૧૯૮૬થી સેનેટ સભ્યથી પ્રદેશ મહામંત્રીનું પદ પામ્યા છતાં સૌમ્ય સ્વભાવ તેમનો આગવો ગુણ રહ્યો છે. કિંગ નહિ કિંગ મેકર તરીકે રહી કાર્ય કરવાની –કરાવવાની કુનેહને ઉજાગર કરી હતી અને સંસદ સભ્ય બની પાટણનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

નામાંકિત ડૉ.વ્યોમેશભાઇ શાહે મુખ્યમંત્રી પદ પામે અને ઉમદાસેવા કાર્યો કરતા દિર્ઘાયુ પામે તેવી શુભેચ્છા વ્યકત કરી હતી. પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલે નાનામાં નાના કાર્યકરના ઘડતરમાં તેને આગળ લઇ જવામાં અને સામાજીક સ્વૈચ્છીક સંસ્થા સાથે પક્ષના સંગઠનના કામોમાં સૌના હિતને આગળ રાખી પદની અપેક્ષા વગર કાર્ય કરનારા સફળ સુકાની તરીકે બિરદાવ્યા હતા. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પિયુષભાઇ આચાર્યએ રાજ્ય નહીં દેશના ટોચના નેતૃત્વ વડાપ્રધાન હોય કે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તેઓ કે.સી.પટેલનો મોબાઈલ નંબર રાખે છે. અને ગમે ત્યારે સંગઠનના કામે રણકાવે છે. તે પાટણ માટે ગૌરવવંતી બાબત ગણાવી પોતાના જાત અનુભવને વર્ણવતા આ ગૌરવશાળી વ્યક્તિ ટોચના સ્થાને બિરાજશે તેવી શુભેચ્છા વ્યકત કરી હતી.

પા.ન.પા.ના પૂર્વ પ્રમુખ જ્યોત્સનાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરીએ તેમની સાથેના કાર્ય કરવાના સંખ્યાબંધ અનુભવો સ્વ.નું નહીં પરચિંતન કરતાં નાના માં નાના કાર્યકરને આગળ લઇ જવાની ઉમદા ભાવનાથી જ આજે તેઓ પણ આ સ્થાને પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું. સંગઠનમાં રહી ક્યારેય પક્ષના વ્યાપક હિતમાં અળખા થવાનું થયું હોય તો પણ તે થયા છે. પરંતુ તેમને હંમેશા પક્ષને જ મહાન ગણ્યો છે.શહેરની નામાંકિત સ્વૈચ્છીક સંસ્થાઓના હોદ્દેદારો, વિવિધ જ્ઞાતિમંડળો, પક્ષની વિવિધ સંગઠન પાંખના હોદ્દેદારો, પત્રકારો, રા.સ્વયંસેવક સંઘના ડૉ.નિખિલભાઇ ખમાર, પ્રો.જગદીશભાઇ પ્રજાપતિ, સહકારી સંસ્થાના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી, મીઠાઇ, ભેટ, સેગાદોથી અદના આગેવાન-સરળ સ્વભાવી કે.સી. પટેલને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અનેકવિધ રાજકીય, સામાજીક, સહકારી સંસ્થાઓમાં હોદ્દાઓ ઉપર બિરાજ
માન કે.સી.પટેલે જણાવ્યું હતું કે જન્મદિવસ આવતા જતા રહે છે પરંતુ પ્રજાનો જે ભાવ છે જે આદર સત્કાર છે તે જીવનને મહેંકાવે છે. પાટણની પ્રજાનો ખૂબ પ્રેમભાવ પામ્યો છું. નાની ઉંમરથી ચાર-ચાર વખત નગરપાલિકામાં ચૂંટાયો છું. એક ટર્મમાં આખી પેનલ સાથે ઇતિહાસમાં સૌ પ્રથમવાર બિનહરીફ પણ થયો, વિદ્યાર્થી પરિષદથી કારકિર્દીની શરૂઆત બાદ તાલુકા-જિલ્લા અને રાજ્ય સ્તરે સંગઠનની વિવિધ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. પ્રદેશ મહામંત્રીનું પદ એટલે મુખ્યમંત્રી કરતાં પણ વિશેષ જે ચાર-ચાર પ્રમુખો પુરૂષોત્તમ રૂપાલાજી, વિજય ભાઇ રૂપાણી,વાઘાણી અને સી.આર. પાટીલ સાથે એક વર્ષ નિભાવ્યું છે. | કયારેય કોઇ કાર્યકરને નુકશાન પહોંચાડવાનો ભાવ રાખ્યો નથી. પક્ષના હિતને જ સર્વોપરી માન્યું હોઇ સાંભળવાનું આવ્યુ છે. પદ માટે કોઇ લાલચ રાખી નથી.

સંગઠનમાં મહત્વના પદે રહી માન-પાન મેળવ્યા છે જે મારા કાર્યકરોને આભારી છે. આપણે પ્રાચીન પાટનગરી પાટણને પુનઃ ગૌરવવંતુ પાટણ બનાવવાનું છે. તે માટે સૌએ સાથે મળી કાર્ય કરવાનું છે. પાટણે હેમચંદ્રાચાર્યજી, મીનળદેવી, વિજયભાઇ ત્રિવેદી જેવા અનેક મહાન સપૂતોની ભૂમિ છે. તે ભુલવું ના જોઇએ. તેમણે નવરચિત જિલ્લાને એક દાયકા સુધી આનંદીબેન પટેલનું નેતૃત્વ મળ્યું અને જે હરણફાળ ગતિએ રસ્તા, પીવાના પાણીની વ્યવસ્થા, ચાર માર્ગીય રસ્તા, રેલ્વે, ઓવરબ્રીજ, આરોગ્ય લક્ષી સેવા, વીજળી, શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે થયેલા કામોનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યારપછી વિજયભાઇ રૂપાણી કે વર્તમાનમાં ભૂપેન્દ્રભાઈ પટેલ (દાદા)ના નેતૃત્વ માં વિકાસ વણથંભ્યો આગળ વધારવાનો છે. પાટણના વિકાસ માટે રીંગરોડની તાતી જરૂરીયાત પુરી કરવા આગામી ટૂંક સમયમાં અધિકારીઓ, પદાધિકારીઓ સાથે મળી ગાંધીનગર જઇકામ મંજુર કરાવવાનું છે તેવા વિશ્વાસ સાથે શહેરનો ચોતરફી વિકાસ શકય બનશે.

આગામી પાંચ વર્ષમાં દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરનું રેલ્વેનું બહુ મહત્વનું કામ થનાર છે ત્યારે આપણા વિસ્તારમાં પણ સ્ટેશનો-સ્ટોરેજ આવશે. આ સિવાય પણ અનેકવિધ કામો થકી વિકાસના ફળ પ્રાપ્ત થનાર છે. તેમણે રાજકારણમાં સહજ સ્વાર્થ રાખીએ તે સ્વીકાર્ય છે પરંતુ કોઇને કાપીને નહીં પાર્ટીને વફાદાર રહીને જ આગળ વધવાની શીંખ આપી હતી અને પોતે આજે જે કોઈ ગૌરવવંતા સ્થાને પહોંચ્યા છે તેમાં સૌકાર્યકર્તાઓએ કરેલી ચિંતા-ખેવના-કાર્યને આભારી જ છે આજના પ્રસંગના આયોજનને બિરદાવી આયોજકો, સંસ્થાઓનો સૌનો આભાર વ્યકત કર્યો હતો.કાર્યક્રમના અંતમાં આભારવિધિ રામરહિમ અન્નક્ષેત્રના અગ્રણી અને બિલ્ડર યતિન ભાઈ ગાંધીએ કરતાં કે.સી. પટેલની નાનામાં નાના માણસના ઉત્થાનની ભાવનાના કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ કરતાં તેમની સંગઠન-સહકારી તાના ઉમદા ભાવને સરાહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન માઁ નો પરિવારના દર્શકભાઇ ત્રિવેદી અને રિલાયન્સ ફાઉન્ડેશન ના મુકેશભાઈ દેસાઈએ કયુઁ હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ગાંધી સુંદરલાલ પ્રા. શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. ૧૭પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા...

પાટણ ખાતે શનિ- રવિ બે દિવસીય ગુ. રા. યોગ બોડૅ દ્રારા યોગ શિબિર યોજાશે…

પાટણ તા. ૨૦ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોડૅ ના...

પાટણની હોસ્પિટલમાં મોત સામે જંગ લડતા બાળકને 52 દિવસે નવજીવન મળ્યું

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુાકના કારેલા ગામના બે વર્ષીય બાળકને...

શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ‘ચંદ્રયાન’ વિષય ઉપર વકતવ્ય યોજાયું..

પાટણ તા. 16પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા સ્વ.કિર્તીકુમાર...