પાટણ તા. 25 આગામી 30 ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટણ લોકસભા વિસ્તારના ખેરાલુના ડભોડા ખાતે આવી રહ્યા છે ત્યારે તેઓના આગમનને લઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છવાયો છે.તો વડાપ્રધાન ના કાર્યક્રમ ને સફળ બનાવવા ભાજપના આગેવાનો ની મીટીંગો ના દોર આરંભાયા છે. બુધવારના રોજ મહેસાણા આઈ.ડી.સી. હોલ ખાતે વૈશ્વિક નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માદરે વતન પધારી રહ્યા છે તેની તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી.
જે બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ, પૂવૅ મહામંત્રી કે.સી.પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાબી સહિતના આગેવાનો , કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને કાર્યક્રમ ને લઇ વિચાર વિમશૅ કરવામાં આવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પાટણ લોકસભાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે આગમનને લઈ અધિકારીઓ સાથે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ તૈયારીઓનું સભા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સમીક્ષા કરી સુચનો આપી કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી