fbpx

મકરસંક્રાંતિ ના પવૅ નિમિત્તે ચાલુ સાલે પણ પાટણ વાસીઓ ફાફડા જલેબી અને ઉધીયાની મનભરીને મોજ માણસે…

Date:

પાટણ તા. ૧૩
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉતરાણ પર્વ માં પતંગ દોરી ચકાવવાનો મહિમા દિવસેને દિવસે વધતો જાય છે.ત્યારે ઉતરાયણ પર્વમાં પતંગ દોરી ના પેચ લડાવવાની સાથે સાથે પતંગ રસિયાઓ જલેબી, ફાફડા અને ઊંધીયાની જયાફત પણ ખૂબ જ ઉત્સાહ પૂર્વક માણતા હોય છે .જેને લઈને પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા,જલેબી અને ઊંધીયાના સ્ટૉલ ગોઠવાઈ જાય છે.

ચાલુ વર્ષે ઘી, તેલ જેવી સામગ્રીના ભાવ વધવાના કારણે જલેબીના ભાવમાં રૂપિયા 20 થી લઈને 100 રૂપિયા જેટલો ભાવ વધારો થવાની શકયતાઓ વર્તાયેલી છે. આ વર્ષે ફાફડાનો રૂ.400 થી 480 નો ભાવ રહેવાની શક્યતા છે તો એક કિલો જલેબી ના ભાવ માં 60 રૂપિયા જેટલો ભાવ વધારો રહી શકે છે.

તો તેલ ની જલેબી ગત વર્ષ એક કિલો ના રૂ 180 હતા . તેની સામે ચાલુ વર્ષે 200 થી 240 ના ભાવ રહેશે . આમ એક કિલો તેલ ની જલેબીમાં 20 થી 40 રૂપિયા જેટલો ભાવ વધારો થઈ શકે છે.તો ઊધિયું એક કિલો ના 220 થી 240 જેટલો ભાવ રહેશે.તેમ વેપારી દિલીપ ભાઈ સુખડીયા અને મનુભાઈ ઠાકોરે જણાવ્યું હતું.

પાટણના આનંદગૃહ ના માલિક પ્રણવ રામી એ જણાવ્યું હતું કે ઉત્તરાયણ ના એકજ દિવસ માં પાટણ વાસીઓ અંદાજે 4 થી 5 હજાર કિલો ઊંધિયું અને 1000 થી 1500 કિલો જલેબી એમ લાખો રૂપિયા ના ફાફડા જલેબી અને ઊંધિયું આરોગી જશે તેમ જણાવ્યું હતું. હાલ માં ઊંધિયા બનાવવા માટે શાકભાજી સમારકામ સહિત જલેબી અને ફાફડા બનાવવાની તૈયારીઓ ચાલી રહેલી જોવા મળી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

૧૧ માચૅ થી શરૂ થનાર ધો. ૧૦ અને ૧૨ ની પરિક્ષાઓ ની તમામતૈયારીઓ પૂર્ણ કરાઈ..

ધો.૧૦ ની પરિક્ષા માટે ૧૮૪૯૪ અને ધો.૧૨ સા. પ્રવાહમાં...

પાટણ જિલ્લાની અંગણવાડીમાં મતદાન જાગૃતિના ભાગરૂપે માતાઓ અને કિશોરીઓ સાથે બેઠક યોજાઈ…

પાટણ તા. ૨૫લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જિલ્લા તંત્ર દ્વારા...

પાટણ કલેકટર ને બેસ્ટ ચૂંટણી અધિકારી તરીકે સન્માનિત કરાતા પાટણની વિવિધ સંસ્થાએ કલેકટર ને અભિવાદિત કયૉ..

પાટણ તા.1તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાટણ વિધાનસભાની ચારેય...