પાટણ તા. ૫
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 5 માર્ચ 2024 ના રોજ એડવાન્સ ઇલેક્ટ્રો નિક્સ અને ડ્રોન ટેક્નોલોજી પર વર્કશોપ યોજાયો હતો. જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.નિષ્ણાંત ગાઈડ દ્વારા ઈંટરેકટિવ મોડેલના માધ્યમથી ઇલેક્ટ્રોનિક્સ, તેના ભાગો, વિવિધ ઇલેક્ટ્રોનિક્સ સેન્સરો અને તેના ઉપયોગો તથા ડ્રોન, તેના પ્રકાર તથા તેના વિવિધ ઉપયોગો વિશે વિદ્યાર્થીઓનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ વિવિધ ઇલેક્ટ્રોનિક્સ સેન્સર અને ડ્રોન ને ઓપરેટ કરીને ખુબજ આનંદિત થયા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યુ કે વિકસીત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં રસ કેળવવો પડશે. કારણ કે, આજના વિદ્યાર્થી ઓ આવતીકાલના વૈજ્ઞાનિક અને એન્જિનિયર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી