google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના ટેલિફોન એક્સચેન્જ રોડ થી લીલીવાડી સુધીના નવીન માર્ગ ની કામગીરી નો પ્રારંભ કરાયો…

Date:

પાલિકાના કારોબારી ચેરમેન સહિત સોસાયટી વિસ્તારના રહીશોએ ઉપસ્થિત રહી માગૅ ની કામગીરી શ્રીફળ વધેરી શરૂઆત કરાવી..

પાટણ તા. 27
પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડથી લીલીવાડી સુધીના ઉબડખાબડ માગૅ ને લઇ આ વિસ્તારના રહીશોને અનેક યાતનાઓ ભોગવવી પડી રહી હતી. ત્યારે રહીશોની અનેક વખત ની પાલિકા સમક્ષ રજુઆતના અંતે આખરે ગુરૂવારથી ટેલિફોન એક્સચેન્જ વિસ્તારના રોડની કામગીરી નો પ્રારંભ થતાં વિસ્તાર ના રહીશોએ ખુશી વ્યક્ત કરી છે.પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ થી લીલીવાડી સુધીના માગૅ નું ગુરૂવારે પાલિકા ના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે વિસ્તાર ના રહીશોની ઉપસ્થિત મા શ્રીફળ વધેરી પ્રારંભ કરાવ્યો હતો.

આ વિસ્તાર મા રોડની કામગીરી ચાલુ થવાથી રહીશોની આતુરતાનો અંત આવતાં પાટણ ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારના રહીશોએ ખુશી વ્યક્ત કરી હતી.ઘણા સમયથી આ વિસ્તારના રહીશો રોડ બનવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગુરૂવારે સારથી સ્ટેટસથી લઈ યસ બંગલો સુધીના માગૅ નું કામ શરૂ થતાં લોકોની મુશકેલી દુર થશે તેવી આશા વ્યકત કરી હતી.કારોબારી ચેરમેન મુકેશભાઈ જે પટેલ દ્વારા શ્રીફળ વધેરી માગૅ નો પ્રારંભ કરવાના આ પ્રસંગે રોડ કોન્ટ્રાક્ટર ના એન્જિનિયર તથા આ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહી કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો અને દિવાળી પહેલા આ રોડનું કામ પૂર્ણ થાય તેવી આશા આ વિસ્તારના રહીશોએ વ્યકત કરી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની તપોવન શાળા ખાતે ભક્તિમય માહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ..

બાળકોએ કૃષ્ણ અને ગોવાળિયાના વેશ પરિધારણ કર્યા તો બાલિકાઓએ...

રંગબેરંગી રંગોના પવૅ ધૂળેટીની ઉત્સાહ ઉમંગ સાથે પાટણ વાસીઓએ ઉજવણી કરી.

બગવાડા દરવાજા ખાતે ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો...