પાટણ તા. 27
સર્વ શિક્ષા અભિયાનગાંધીનગર, આયોજિત કલા ઉત્સવ 2023 અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાટણના નેતૃત્વ હેઠળ આયોજિત કલા ઉત્સવ 2023 નો મુખ્ય ઉદ્દેશ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની કલા, પ્રતિભા ને ઓળખી તેમને પ્રોત્સાહિત કરી તેમની કલાનું મહત્વ વધારવાનો છે. તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વારસાનું જતન, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ઉભી કરવાનો છે. પાટણ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કલાઉત્સવ આદર્શ હાઇસ્કુલ, પાટણ ખાતે યોજાઈ ગયો.
જેમાં, ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઇસ્કુલ પાટણના SVS કક્ષાએ વિજેતા બાળ કલાકારો એ જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી બે ઇવેન્ટ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.ધોરણ- 9 ના વિદ્યાર્થી પટેલ તક્ષ રાહુલકુમારે વિઝ્યુઅલ આર્ટ [ચિત્રકલા] 2D સ્પર્ધામાં પ્રથમ નંબર જ્યારે ધોરણ 10 ની વિદ્યાર્થીની પટેલ કાવ્યા વિશાલભાઈએ દેશી રમકડા સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.
આ બન્ને વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રતિભા નું આગવું પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા અને શાળા પરિવારનું નામ ઉજાગર કર્યું છે આ બન્ને વિદ્યાર્થીઓ હવે ઝોન કક્ષાએ ભાગ લેવા જશે.ઉત્તર ગુજરાત યુવક મંડળ ના પ્રમુખ ડો.જે. કે. પટેલ , મંત્રી મનસુખભાઈ પટેલ, સંચાલક મંડળ ના તમામ હોદેદારો તથા શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે આ બન્ને બાળ કલાકારો સહિત તેમને માર્ગદર્શન પૂરું પાડનાર શાળાની શિક્ષિકા બીનાબેન પટેલ,મિતાલીબેન પટેલ ને શુભેચ્છાઓ પાઠવી આવનારી ઝોન કે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં આ જ રીતે વિજેતા બની શાળાનું ગૌરવ વધારે તેવા શુભાશિષ પાઠવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી