TDO અને તાલુકા પ્રમુખ ની ઉપસ્થિતમાં ભાજપના 3 અને કોગ્રેસના 4 સભ્યો ની રચના કરાઈ.
પાટણ તા. 10
પાટણ જિલ્લાના સાતલપુર તાલુકા પંચાયતની મંગળવારે ભાજપ કોંગ્રેસના ગઠબંધન સાથે કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં ટીડીઓ અને તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપના 3 સદસ્યો અને કોંગ્રેસ 4 સદસ્યો મળી કુલ 7 સભ્યોની રચના કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
સાતલપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારી સમિતિની રચના અર્થે ની બેઠકમાં કોગ્રેસ દ્વારા ભાજપના ત્રણ અને કોંગ્રેસના ચાર સદસ્યો સાથેની કારોબારી સમિતિની યાદી દરખાસ્ત માટે રજૂ કરવામાં આવી હતી જેને ભાજપના સદસ્યોંનો ટેકો મળતા કોંગ્રેસના ગઠબંધન સાથે સાતલપુર તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી.
કોંગ્રસના ગોવિંદભાઈ ખાનાભાઈ રાણાએ કોંગ્રેસ 4 અને ભાજપ 3 મળી 7 સદસ્યોંની દરખાસ્ત કરી હતી
જેને ભાજપના મેહુરભાઈ આહીરે ટેકો જાહેર કર્યો હતો.સાંતલપુર તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસના ગઠબંધન થી કારોબારી સમિતિની રચના કરાઈ હોવાની સાથે અગાઉ પણ ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપ દ્વારા બળવા ખોર 9 સભ્યોને પક્ષ માંથી સસ્પેન્ડ કરાયા હતા.
ત્યારે મંગળવારે ફરી ભાજપના સભ્યોએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી કારોબારી સમિતિ ની રચના કરતાં સાંતલપુર નું સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
અહેવાલ યશપાલ સ્વામી