પાટણ તા. ૫
પાટણમાં સગીર વિદ્યાર્થીની સાથે તા. 21 એપ્રિલના રોજ શારીરિક અડપલાં કરી તેને હવસનો ભોગ બનાવવાનો પ્રયાસ કરનાર ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શિક્ષક રણજીત ચૌધરીની રેગ્યુલર જામીન અરજી પાટણ ની સ્પેશ્યલ પોસ્કો કોર્ટે ના જજે નામંજૂર કરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ શિક્ષકની જામીન અરજી નામંજૂર કરતાં કોર્ટે જણાવ્યું હતું કે, આરોપી એ પોતે શૈક્ષણિક સંસ્થાનાં શિક્ષક છે તે અંગે યોગ્ય તપાસ થવી જરૂરી હોય આ તબક્કે આરોપીને જામીન આપવા થી તપાસની વિપરિત અસર થવાની, સાક્ષીઓને ફોડવાનીસંભવત તેમજ ગુનાનું પુનરાવર્તન થવાની શક્યતા હોય વગેરે પાસાઓ ધ્યાને લેતાં આરોપીનાં લાભમાં વિવેકાધિન સત્તાનો ઉપયોગ કરવો ન્યાયોચિત જણાતો નથી.આ જામીન અરજીનો અને ભોગ બનનારનાં ગુરુ તરીકેનું ઊંચુ અને આદરપાત્ર સ્થાન ધરાવતા હોવા છતાં ભોગ બનનારનાં માનસ ઉપર પોતાનાં ગુરુપ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય અને આવા આદરણીય સ્થાન માટે આદર અને માન વિલુપ્ત થઇ જાય તે રીતનું અધમ કૃત્ય કર્યાનો આક્ષેપ છે.
આવા કૃત્ય દ્વારા સમાજમાં પણ તેની ગંભીર અસરો વર્તાઇ રહેલ છે. તો આરોપી વિરુધ્ધ અન્ય ગુના બાબતે સરકારી વકીલ જિતેન્દ્ર જે. બારોટે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે, આરોપીની પ્રથમ પત્નિએ આત્મહત્યા કરી છે. બીજી પત્નીથી કોઈ બાળક નથી બનાવની તપાસ ચાલુ છે. આવા ગુનામાં સહેલાઈથી જામીન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય તેમ છે. ગુનાની ગંભીરતા અને તપાસ અમલદારનું સોગંધનામું ધ્યાને લઇને અરજી નામંજૂર કરવા દલીલ કરી હતી.જજે બંને પક્ષોની રજુઆત ધ્યાને લઇને જણાવ્યું કે, આરોપીની દિકરી પણ તેમની શાળામાં અભ્યાસ કરે છે. શિક્ષકે સગીરવયની વિદ્યાર્થીની સાથે ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે. ભોગ બનનારે પોતાની ફરિયાદની હકીકતોને તેનાં નિવેદનમાં સમર્થન કરેલ છે.જે તમામ બાબતો ને ધ્યાનમાં રાખીને જજ દ્વારા જામીન અરજી નામંજુર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ શ્યામી