પાટણ તા. 2
લોકોમાં સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે“સ્વચ્છતા એજ સેવા” અભિયાન હેઠળ રાજ્ય વ્યાપી આયોજનોના ભાગરૂપે પાટણજિલ્લામાં વિવિધ પ્રવૃત્તિ થઈ રહી છે. રાજ્યમાં બે માસ સુધી ચાલનારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ તા.30 ઓક્ટોબરથી 04 નવેમ્બર સુધી જિલ્લા ની તમામ સરકારી કચેરી ઓ માં રેકર્ડ વર્ગીકરણ,જુના ભંગાર નો નિકાલ કરી તેમજ જુના વાહનોની હરાજીની વ્યવસ્થા ગોઠવવી વ્યાપક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે.
આ ઝુંબેશમાં કુલ 47 સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ તેમજ કુલ 2145 કિલોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વધુમાં આ ઝુંબેશમાં 282 ગ્રામ્ય સફાઈ કર્મીઓએ જોડાઈને ઝુંબેશને સફળ બનાવી છે.
અહેવાલ યશપાલ સ્વામી