પાટણ તા. 2
હેમચંદ્રાચાર્ય ઉ .ગુ.યુનિવર્સિટી પાટણ માં નવી શિક્ષણ નીતિ અમલ માં આવ્યા બાદ કોમન એકટ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ માં જ્યાં સુધી બૉર્ડ ઓફ મેનેજમેન્ટની સમિતિ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી કારોબારી સમિતિ સત્તામાં છે.જોકે સરકાર દ્વારા કોમન એકટ નૉ સ્ટેચ્યુટ મંજૂર કરવામાં આવ્યો છે .ત્યારે હવે યુનિવર્સિટી એ સરકારની સૂચના પ્રમાણે બૉર્ડ ઓફ મેનેજમેન્ટ ની નવી બોડી બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.બૉર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્યો ની નિમણૂક માટે સરકાર દ્વારા સ્ટેચ્યુટમાં સ્પષ્ટ જોગવાઈઓ જ કરેલ છે જેમાં ખાસ કરીને બૉર્ડ ઑફ મૅનેજમૅન્ટની બૉડીમાં કોલેજ ના અધ્યાપક અને પ્રિન્સિપાલ માંથી સભ્ય લેવામાં આવશે. જે કોલેજો એ નેક મૂલ્યાંકન કરાવ્યુ હોય તેમના સ્ટાફ ને જ સભ્ય તરીકે લઈ શકાશે.
આ સ્ટાફ માં પણ પ્રોફેસર, પી એચ ડી ગાઈડ, 10 વર્ષનો અનુભવ ઉપરાંત 5 થી 12 સુધી રિસર્ચ પેપર પબ્લીશ કરેલ હોવા જોઈએ આવા તજજ્ઞ અધ્યાપકો અને પ્રિન્સિપાલ ને સભ્યમાં લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા હવે નેક મૂલ્યાંકન વાળી કોલેજો ની યાદી બનાવી તેમની પાસેના સ્ટાફની વિગતો મંગાવવામાં આવી છે.આ યાદી તૈયાર કર્યા બાદ સિનિયોરીટી પ્રમાણે સભ્યોની પસંદગી યાદી તૈયાર થશે .કુલપતિ અને સરકાર નોમિનેટ સભ્યો માં જોગવાઈ મુજબ નિમણુક થશે. તેમ યુનિ.કા.રજીસ્ટ્રાર ડૉ.કે.કે.પટેલે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી