પાટણ તા. 2 હેમ.ઉ.ગુ.યુનિ.પાટણ સ્થાપિત ” CASH” – કમિટી અગેન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ દ્વારા મહિલા સન્માન દિવસની ઉજવણી અંતગૅત બુધવારે રાજ્ય કક્ષાનો એક દિવસીય સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટાર ડો.કમલ મોઢ દ્વારા મુખ્ય ત્રણ શક્તિઓ માતૃશક્તિ માતૃભૂમિ શક્તિ તથા જગતજનની શક્તિ વિશે જણાવી ને સ્વ.ની ઓળખ ગુમાવી છે. ત્યારે દમનનો ભોગ બનવું પડ્યું છે. તથા સ્વદેશી વસ્તુઓ અપનાવી ને પણ સ્વ ની ઓળખ બનાવવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પારુલ શર્મા દ્વારા ઈજ્જત બનાને સે બનતી હૈ જણાવીને સુંદર રીતે ટિપ્સ આપવામાં આવી કે મલ્ટીટા સ્કીન બુસ્ટ કરવું બીજાઓની સરખામણી છોડી દેવી પોતાની ટેલેન્ટ ની ઓળખો. તથા તકની સ્વીકારીને સમાજની ધારણાઓને બદલવી તથા સ્ટ્રોંગ વિલ પાવર અને કોન્ફિડન્સ અપ કરવાની વાત સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી.
જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના મેમ્બર જોસનાબેન નાથ દ્વારા બહુ ભાર પૂર્વક જણાવવામાં આવ્યું હતું કે અવાજમાં તાકાત નહીં હોય તો કદર નહીં થાય ઇતિહાસનું વિચાર્યા વગર વર્તમાન અને ભવિષ્યને સશક્ત કરવાની વાત કરી તેઓએ જણાવ્યું કે આધુનિકતાની આડમાં મહિલાઓએ પોતાનું સન્માન ઓછું કર્યું છે તથા મોહરું અને મોહત ની શોર્ટ મુવી ની સ્ટોરી દ્વારા જણાવ્યું કે બાપડી બિચારી સ્ત્રીઓની કોઈ જ કિંમત નથી સ્ત્રીઓ એ દબંગ હોવું જ જોઈએ. ત્યારબાદ ગયા અઠવાડિયે યુનિવર્સિટીમાં કરવામાં આવેલ કસોટીમાં ઉત્તીર્ણ થયેલા બે વિદ્યાર્થીઓને જેન્ડર ચેમ્પિયન ની ટ્રોફી, બેઝ, તથા સર્ટિફિકેટ, એનાયત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જેમાં ફિમેલ ચેમ્પિયન તરીકે ‘અનીષા નાગોરી’ કાયદા અનુસ્નાતક વિભાગ તથા મેલ જેન્ડર ચેમ્પિયન તરીકે ‘વીર શાહ’ બીબીએ વિભાગને પસંદ કરવામાં આવ્યા હતા.