પાટણ તાલુકા સંકલન સમિતિ ની બેઠકમાં રખડતાં ઢોર મામલે પ્રાંત નું કડક વલણ..
પાટણ તા. ૫
પાટણ શહેરમાં રખડતા ઢોરોને નાથવા માટે પાટણનાં પ્રાંત અધિકારીએ વહિવટી તંત્રનાં અધિકારીઓ તથા પાટણ નગરપાલિકાનાં કર્મચારીઓને સ્પષ્ટ સુચના આપી છે કે, પાટણમાં રખડતા ઢોર પકડાયા બાદ એ જ માલિકનાં ઢોર ફરી બીજી કે ત્રીજી વાર પકડાય તો તેવા ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરીને તેમને તડીપાર કરવાની દરખાસ્તો કરવામાં આવે અને પાટણ પાલિકાનાં ઢોર ડબ્બા પાર્ટી અને અધિકારીઓ ઢોર બાબતે વધુ સખ્તાઈ લાવે તેવી સુચના આપી હતી.પાટણ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી તાલુકા સંકલન સમિતિની બેઠકમાં પાટણનાં પ્રાંત અધિકારીએ પાટણ શહેર અને તાલુકાનાં વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે વિવિધ વિભાગો નાં અધિકારીઓ અને કર્મચારીઓને સુચનાઓ પણ આપી હતી.
તાલુકા સંકલન બેઠકમાં પ્રાંત અધિકારીએ ઢોરોનાં ત્રાસને નાથવા આકરા પગલાંની સુચના આપી ઢોર ડબ્બા પર સી.સી. ટી.વી.કેમેરા રાખવા ની સાથે સોસા. વિસ્તારોમાં કચરો નિકાલ થયા બાદ ફરી કચરો થાય તો જે તે સોસાયટીના પ્રમુખ-મંત્રી સામે પગલાં ભરવા જણાવ્યું હતું.શહેરના ચતુર્ભુજ બાગ પાછળ રાત્રે મહિલાઓની સતામણી થતી રોકવા માટેઅને પાનપાએ પકડેલા ૭૦ આખલા રાખવાની મુશ્કેલી અંગે પાલિકા પ્રમુખ ની રજુઆત પગલેપ્રાંત અધિકારી એ દરેક પાંજરાપોળ અને ગૌશાળા ને ૧૦ -૧૦ આખલા રાખવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત પાલિકા પ્રમુખ દ્રારા પાટણમાં રખડતા ઢોરની ઓળખ થાય તે માટે આઇએમઆરડી રેડિયો ફ્રિકવન્સી વાળી ચીપ ફીટ કરવા અને પાટણનાં ઢોર ડબ્બાની કામગીરી માટે રૂા.૧૫ લાખ ફાળવાયા હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી