fbpx

ભા.વિ.પ.સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા ઉ.ગુ.માં પ્રથમ વાર ચેસ પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું….

Date:

પાટણ તા. ૨૬
સમગ્ર ઉતર ગુજરાત માં પાટણ ખાતે સૌપ્રથમ વખત ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા ચેસ પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆતમાં વંદે માતરમ્ ગાન સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યું હતું. સંસ્થા નાં પ્રમુખ ભાર્ગવભાઈ ચોક્સી એ સૌ મહેમાનો, સ્પર્ધકો તેમજ વાલીઓને શાબ્દિક સ્વાગત પ્રવચન સાથે આવકારી રમતની માહિતી પ્રદાન કરી હતી.

ચેસ પ્રતિયોગિતા કાર્યક્રમના ઉદ્ઘાટક પાટણ માકેટયાડૅના ચેરમેન સ્નેહલભાઈ પટેલે સેવા સાથે સંસ્કાર લક્ષી કામગીરી માટે ભાવિપ સિદ્ધહેમ શાખાની સરાહના કરી આવા આયોજનમાં સંસ્થા નાં પદાધિકારી ઓ દ્વારા ખૂબ જ સમયનો ભોગ આપવો પડતો હોય છે તેમ જણાવી સૌ સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી હતી.

ચેસ પ્રતિયોગિતા કાર્યક્રમ ના સહયોગી સાક્ષી ચેસ એકેડેમીના અશોકભાઈ રાઠોડ તેમજ એમની ટીમે ભાગ લેનાર તમામ 88 સ્પર્ધકોનુ સંચાલન કરી તેમના લેપટોપમાં સોફ્ટવેર દ્વારા પાંચેય રાઉન્ડનું મોનિટ રિંગ ,એલોટમેન્ટ અને સિસ્ટમ થી નંબરિંગ કરવાની સાથે દરેક સ્પર્ધકને કમ્પલસરી કુલ પાંચ રાઉન્ડ રમાડ વા માં આવ્યા હતા. તેમજ પાંચ રાઉન્ડ બાદ પોઇન્ટ સિસ્ટમ થી રીઝલ્ટ નક્કી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉદ્ધાટક પાટણ એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, દાતા ધનશ્યામભાઈ પટેલ કોર્પોરેટર, ભૂમિ પટેલ, વિભાગીય મંત્રી રાજેશભાઈ ઠાકર, અમિતભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખ ભાર્ગવ ચોકસી, મંત્રી અલ્પેશ પટેલ, સંયોજક વૃષભ પટેલ,સહ સંયોજક કમલેશભાઈ પ્રજાપતિ, ઉત્તર પ્રાંત ના પૂર્વ પ્રમુખ જયેશભાઈ પટેલ, પ્રાંત ના નિરંજનભાઈ પટેલ, શિરીષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, જીગ્નેશભાઈ ઠક્કર, વિપુલભાઈ પટેલ, હર્ષ પટેલ, અરવિંદસિંહ રાજપૂત તથા કારોબારી સભ્યો દ્વારા પ્રથમ પાચ વિજેતાઓને રોકડ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ના કન્વેન્શન હોલમાં આઈ જી પી ના અધ્યક્ષ પદે લોક દરબાર યોજાયો..

વ્યાજખોરી ના દુપણ ને ડામવા ગત વર્ષે પાટણ જિલ્લામાં...

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગરીબો માટે વરદાનરૂપ બનતી PMGKY યોજના..

પાટણમાં PMGKY યોજના અંતર્ગત પ્રતિ માસ 10 લાખથી વધુ...

ભગવાન શ્રી જગન્નાથ જી ની 141 મી રથ યાત્રા ને લઈને દાન ભેટ અને ફાળો એક ત્રિત કરવાનો પ્રારંભ કરાયો..

ભગવાન શ્રી જગન્નાથ જી ની 141 મી રથ યાત્રા ને લઈને દાન ભેટ અને ફાળો એક ત્રિત કરવાનો પ્રારંભ કરાયો.. ~ #369News