પાટણ તા. ૭
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી ટી ડી સ્માર્ટ વિધાલય, શ્રી બી ડી સાર્વજનિક વિધાલય, એન એસ સુરમ્ય બાળવાટિકા પ્રાથમિક શાળા ના સંયુક્ત વિધાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ રાજસ્થાન નો આયોજિત કરવામાં આવ્યો હતો.વિધાર્થીઓએ પ્રથમ દિવસે માઉન્ટ આબુ ના નખી તળાવ,સનપોઇન્ટ,ગુરુ શિખર, દેલવાડા દેરા અને કુદરતી વાતાવરણ ની મજા માણી હતી.
ત્યારબાદ જોધપુર નગરમાં પ્રાચીન ઇતિહાસની જાણકારી માટે જોધપુર કિલ્લા ના સાથે જોડાયેલા મહારાજા ના ઇતિહાસ પોખરણ કિલ્લો તેમજ પોખરણ નગર યાત્રા, જેસલમેર રાજસ્થાન રાજ્યની સંસ્કૃતિ નગર કેમલ યાત્રા, સમ રણ માં કુદરતી વાતાવરણમાં રોકાણ કરી દેશભક્તિ સાથે જોડાયેલા બોડર દર્શન અને તનોટ માતાજી, સુન્ધા માતાજી દશૅન કયૉ હતા.સરકારની ગાઈડ લાઈન મુજબ બાળકોએ પ્રવાસ ની મજા માણી હતી બાળકો પ્રવાસના માધ્યમથી અભ્યાસની સાથે સાથે ભૂગોળથી પરિચિત થાય અને તેમના જીવનમાં રૂબરૂ અનુભવ નુ જ્ઞાન કાયમ રહે તે ઉદેશથી આ શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હોવાનું આચાર્ય ડો. બળદેવ ભાઈ દેસાઈ એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી